Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 155
________________ લોથલના હાથમાં કારમાં મારી મા નચાવતા ની (1) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, માત્ર પણ અટક્યા વિના છેડવા માંડેલા બાણે વડે પૂરાઈ ગયેલ રણક્ષેત્ર જાણે કાશપુષ્પોથી ઉભરાઈ જતું વન હોયની એમ શેાભી રહ્યું. હસ્તિ દન્તુશળના પ્રહારે પર્વતો સહન કરે છે એમ ખડૂગના પ્રહાર સહન કરતા પાયદળના સુભટો પણ રણમાં સુઝવા લાવ્યા. એમાં ખો પરસ્પર અથડાવાથી એમાંથી ઉડી રહેલા અગ્નિના તણખાઓને લીધે જાણે દ્વાઓના મંગળકલ્યાણ અર્થે નીરાજનાવિધિ થતી હોયની એ ભાસ થઈ રહ્યો. તરવારથી લડતા સૈનિકોની તરવારના અગ્રભાગ એકબીજા સાથે મળવાથી જાણે જયશ્રીએ વડુમણિના તારણે રચીને લટકાવી લીધા હાયની એ દેખાવ થઈ રહ્યો. સુભટે વારંવાર ખ નચાવતા નચાવતા ફેરવી રહ્યા હતા એથી જાણે ત્યાં વિદ્યુલ્લતા ઝબકારા મારી રહી હોયની એમ પ્રતીતિ થતી હતી. દ્ધાઓના હાથમાં પંક્તિબદ્ધ રહી ગયેલી ઉત્તમ પ્રકારની ઢાલેને લીધે ત્યાં જાણે કપિશીર્ષકનું તારણ બની રહ્યું હાયની એમ ભાસ થતો હતો. દીર્ધ ભુજાવાળા સુભટોએ પ્રતિપક્ષીના પ્રહાર ઝીલવાને પિતાપતાની ઢાલે ઉંચે ધરી રાખી હતી એથી જાણે એમનાં મસ્તક પર છત્ર ધરવામાં આવ્યા હાયની એ દેખાવ થઈ રહ્યો હતો. વળી બેઉ સેનાઓમાં એ પ્રમાણે ઢાલની હારને હાર રહી ગઈ હતી. એ જાણે સૂર્ય અને ચંદ્રમાની પંક્તિબદ્ધ શ્રેણિ હેયની એવી શોભતી હતી. અશ્વારે પણ હર્ષ સહિત સામસામા ભાલાઓ ફેંકી ફેંકીને પોતાની ચિરકાળની યુદ્ધે ચડવાની હોંશ પૂરી કરતા હતા. કેટલાકના હાથમાં ભાલા ઉંચા ઉભા રહી ગયા હતા એ જાણે ઊંચે આકાશમાં રહેલા તારાઓને પરેવવાને અર્થે હોયની અથવા બ્રહ્માંડને ઈંડાની જેમ સદ્ય ફેડી નાખવાને માટે હાયની! વળી કઈ કેઈએ સામસામા ધરી - રાખ્યા હતા એ ભાલાઓ જે પ્રકાશના કિરણો ફેંકતા હતા તે જાણે કાળરાત્રીના પ્રાણહારક ક્ટાક્ષે હાયની એવા જતા હતા. મહાવતાએ યાચિત સ્થાને રાખેલા હસ્તીઓ પર આરૂઢ થયેલા સિંહસમાન બળવાન, સાંમત્તે પણ પોતાના અસ્ત્રો ફેંક્તા અને પ્રતિપક્ષીના ચુકાવતા, યુદ્ધને એક જાતનો ઉત્સવ માની રણક્ષેત્રમાં સુઝતા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163