Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 161
________________ (152) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, બહુ દ્રવ્ય મેં ઉચાપત કર્યું હોય એવા કાર્યને પણ હું નિકું . દેવ, મનુષ્ય કે તિર્યંચની સ્ત્રી સાથે રોગગ્રસ્ત થઈ મેં કદિ મિથુન સેવ્યું હોય તેને હું વારંવાર નિંદું . પુત્ર મિત્ર કલત્ર આદિ બધુવર્ગ પર કે અન્ય પરજનો પર, દ્વિપદો પર, ચતુષ્પદો પર, ધન-ધાન્ય–જન કે વન પર તથા ઉપકરણોપર કે દેહપર કે હરેક કેઈ વસ્તુપર મને કંઈપણ મેહ થયેલ હોય તો તે પણ હું પુનઃ પુનઃ નિંદું . ચતુર્વિધ આહારમાં કઈપણ પ્રકારનો આહાર રાત્રિને વિષે લીધો હોય તે પણ હું નિન્દુ છું. વળી માયામૃષાવાદ રતિઅરતિ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ કલહ, પૈશૂન્ય વરપરીવાદ, અભ્યાખ્યાન અને મિથ્યાત્વશલ્ય–આ સર્વ પાપસ્થાનકને પણ હું નિંદું . ત્રણ કરણ અને ત્રણ યુગથી અન્ય પણ કેઈ અતીચાર, દર્શનાચાર કે ચારિત્રાચાર સંબંધમાં, મારાથી થઈ ગયેલ હોય તે પણ હું નિન્દુ છું. –ગણું છું. વળી બાહા તપ સંબંધી કે અલ્યન્તર તપ સંબંધી પણ કોઈ અતીચાર મનવડે, રમાં ભ્રમણ કરતાં મિથ્યાહને લીધે શુદ્ધ માર્ગને છોડીને અશુદ્ધની પ્રરૂપણ કરી હોય કે મિથ્યાત્વ લાગે એવાં શાસ્ત્રોની પ્રશંસા કરી હાય-એવાં સર્વ પાપચરણેનું હું પ્રાયશ્ચિત્ત લઉં છું. વળી યંત્ર, ઉખલ, મુશળ, ઘંટી, ખાંડણ, ધનુષ્ય, શર, ખડ્ઝ આદિ જીવહિંસક અધિકરણે મેં ક્ય કરાવ્યાં હોય તે પણ હું ત્રિવિધ ત્રિવિધ ગણું છું–નિ છું, અને વિસનું છું. મેં જે જે દેહ અને ઘર ગ્રહણ કરીને પછી મૂકી દીધાં હોય તે સર્વ પણ હું આત્મપરિગ્રહ થકી વિસર્જી છું. કષાય કરીને કેઈની પણ સાથે મેં જે કંઈ વેર બાંધ્યું હોય તે પણ સર્વ હું પડતું મૂકું છું. નરગતિમાં રહીને નારકને, તિર્યંચગતિમાં તિયને, મનુષ્યાવતારમાં માનવને અને દેવભવમાં દેવતાઓને મેં મદાંધ થઈને કઈ જાતની કદર્થના કરી હોય તે સર્વની હું ક્ષમા યાચું છું. અન્ય અન્ય ગતિવાળા મેં અન્ય અન્ય ગતિવાળાઓને જે કંઈ વ્યથા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163