Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (15) શ્રી એભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ચારિત્રધર્મ ભૂપતિના સાક્ષા-સ્મૃતિવંત પ્રતાપ ! શત્રુઓરૂપી કૈરવવનને સંકેચનાર ચંદ્રમા ! કામમલ્લ પરાજ્ય કરીને તે નિશ્ચયે તારા ભુજબળને સાર્થક કર્યું છે. હે ધરાધીર મહાવીર સંવર! તારે જ્ય થાઓ આવાં સ્તુતિના શબ્દો શ્રવણ કરો કરતે રાજાધિરાજ ચારિત્રધર્મ પાસે પહે; અને એને ચરણે પ. “આ વળી શી વાત છે” એમ એમણે આશ્ચર્યસહિત પૂછવાથી સર્વ વાતને જાણુ સદાચાર પ્રતીહાર હતો એણે વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી, આ સંવર કેટવાળ આપના ચરણકમળમાં નમે છે. અહિં આવતાં વેતજ એણે કામમલને પરાજ્ય કર્યો છે. આપનું કે આપના મહત્તમ–અમાત્ય આદિના સ્વરૂપનું એને પ્રથમ લેશ પણ જ્ઞાન ન હોવા છતાં મને ભૂ-કંદર્પ સાથે યુદ્ધ કર્યું છે. એ વીર શિરોમણીએ આપણા મકરધ્વજ શત્રુને લીલા માત્રમાં જીતીને મૃતપ્રાય કરી નાખે છે.” એ સાંભળીને ચારિત્ર રાજાએ હર્ષમાં આવી જઈ સંવરને લઈને પુનઃ પુનઃ આલિંગન કર્યું. ચારિત્રધર્મ ભૂપતિએ વળી એના સ્કંધની સુવર્ણ પુષ્પવડે પૂજા કરી. આ પ્રમાણે રાજાએ સુદ્ધાં જેનું ગૌરવ વધાર્યું છે. એ સંવર સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની હયાતિપર્યન્ત પોતાના પદનું પ્રતિપાલન કરશે. - આ પ્રમાણે નાના પ્રકારના અર્થદાનવડે જગને સમૃદ્ધ કરતા અભયમુનિએ ધર્મરૂપી પ્રાસાદના શિખર પર કળશ ચઢાવ્યા દીક્ષાના દિવસથી આરંભીને વધતી વધતી શ્રદ્ધાવડે ચારિત્ર પાળતા પાંચ વર્ષ પૂરાં થયાં એ વખતે એને પિતાના પર્યન્તસમય સૂઝી આવ્યું. અથવા તે આ સમયની પૂર્ણ ભાગ્યશાળી જીવોનેજ ખબર પડે છે. પર્યન્ત સમય નજીક છે. એમ જાણું અભયકુમારે પ્રભુને નમીને એમની અનુજ્ઞા મેળવી સકળસંઘની ક્ષમા માગી હર્ષ સહિત અનશન આદર્યું. સમતારૂપી અમૃતકુંડમાં નિમગ્ન એવા એ મુનિએ, એ અવસરને રાધાવેધના ક્ષણસમાન સમજીને આ પ્રમાણે આરાધના કરી-અરિહંત, સિદ્ધ, સાધુ અને અરિહંતે કહેલ ધર્મ એ ચારનું મારે શરણ છે. મારાં દુષ્ટકૃત્યેની હું નિન્દા કરું , અને સુકૃત્યની અનુમંદના કરું છું. શ્રી રૂષભદેવથી આરંભીને