Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સ્પન અને રચનાને કારાગૃહમાંથી મુકિતને ઉપાય(૧૩) જ્ય કર્યો તો આપણું શું ગજું? માટે હવે આપણે યુદ્ધમાં ઉતરવું નહિ, અન્યથા આપણું પણ એમના જેવી ગતિ થશે. ચટપટ બીજાને ભક્ષ કરવાની શક્તિ વાળી ચામુંડા જેવીનો પણ જ્યાં ભક્ષ થઈ જાય ત્યાં એના રાંક યક્ષ સુભટ શું જેર કરી શકે ? જે આપણે સર્વ શત્રુના હાથમાં સપડાયા તો પછી કામરાજા પાસે જઈને વીતકવાર્તા કહેશે કેણ? માટે આપણે હવે ક્યાંક ગુપચુપ ભરાઈ રહીએ. એમ કરતાં જે કંઈ યુક્તિ હાથ આવશે તે આપણ બેઉ બધુઓને છોડાવીને આપણું રાજા પાસે લઈ જઈશું. એ બેઉ વિના આપણે રાજાજીને શું હાં બતાવીશું ?" : આમ વિચારીને એઓ ત્યાંજ ચેરની પેઠે ક્યાંક ભરાઈ બેઠા. ' પછી અનશન વગેરે વિજયી સુભટો સ્પર્શન અને રસેનાને બન્દીવાન કરી કારાગ્રહમાં નાખી, રાગનિગ્રહ તથા Àષનિગ્રહ નામના પહેરેગીરને અને સાથે ધર્મ જાગરિકોને એ બેઉની ચેકી કરવા રાખી સંવર પાસે ગયા. ' હવે ઘાણ વગેરે ત્રણ પરાજિત પક્ષના છુટા હતા એ સુભટે કારાવાસમાં પડેલા સ્પશન અને રસનાની મુક્તિનો ઉપાય ચિન્તવવા લાગ્યા, એમ કરતાં બહુ કાળ વીત્યા. એવામાં એકદા જંગલ : રાત્રી હેયની એવી એક શ્યામ વર્ણની ઘુણયમાન નેત્રોવાળી કોઈ સ્ત્રી ત્યાં ફરતી એમની દષ્ટિએ પડી. એટલે, બેરડીને જોઈ શગાલો હર્ષ પામી એની આગળ જાય એમ એઓ પણ “અહાનિદ્રા હેન, તમારાં ઘણે દિવસે દર્શન થયાં” એમ કહેતા એની પાસે ગયા અને “આજ તો અજવાળું થયું, અજવાળું થયું” એમ બોલી એને ચરણે પડયા. પણ મહેોટા મોટા રાજાઓ સુદ્ધાં સ્ત્રીની આગળ દંડવત્ પ્રણામ કરતાજણાયા છે એટલે એમાં કંઈ આશ્ચર્ય નહિં. નિદ્રાએ પણ “અક્ષત રહે, અજરામર રહો” એમ કહી વસ્ત્રના છેડા વડે ભાઈઓનાં લુંછણાં ઉતાર્યા. પણ હેને એમના મ્હ ઊતરી ગયેલા જોયાં એટલે એનું કારણ પૂછતા ભાઈઓએ ઉત્તર આપ્યો–બહેન, એ તો અમારા ગ્રહ હાલ વાંકા છે તારે કંઈ વિશેષ પૂછવું નહિં. નિદ્રાએ કહ્યું–ભાઈઓ, માતાતુલ્ય ગણીને મને તમારું દુ:ખ જણાવો હું વિરક્ત સાધુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust