Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પશન અને ૨સ મામૈ અનશને આદિએક પાજય, (137) ગ્રીષ્મઋતુમાં જે સદા કપુર અને ચંદનનું વિલેપન કરતા હતા અને વીંજણાના સુખદાયક વાયુનું સેવન કર આનન્દમાં રહેતા હતો એવા સ્પશનને અનશને અગ્નિ જેવી લૂ વાતી હતી એવા, તપી રહેલા સૂર્યના તાપમાં ઉભે રાખે; પામાથી પીડાતો માણસ શરીરે ઔષધી ચેપડી તડકામાં રહે છે એમ. સ્નાન સમયે સ્વ૭ કરી સ્પર્શન જેને તેલનો અભંગ કર્તા અને કસ્તુરી આદિથી સુવાસિત કરતો એ જ એના સ્મશ્ર તથા મસ્તકના કેશને અનશને ઉખેડી નખાવ્યા–ટુંપાવી નખાવ્યા. રૂની નરમ શય્યામાં સદા પઢતો એવાને આજે અનશનના અમલમાં ખાડાખડીઓવાળી ખાલી જમીન પર સૂઈ રહેવાનો વખત આવ્યા. પૂર્વે જે માતેલા સાંઢની પેઠે મેકળે ફર્યા કરી શીલભ્રષ્ટ થતો એને જ કાયલેશના આદેશથી બ્રહ્મચર્ય પાળવું પડયું. જેને એક દિવસ પણ ન્હાયાધોયા વિના ચાલતું નહિં એને આજે આંખની પાંપણ સરખી ધોવાનું પણ મળ્યું નહીં. આટલી દુર્દશા જાણે ઓછી હોય એમ, કયાઈથી શેષભરી સંલીનતાએ આવીને એને પડયાપર પાટુ મારી; એના પ્રતિબંધને લીધે એને ઠંડીથી હેરાન થતા માણસની જેમ અંગે પાંગો સર્વે સંકેચવા પડયાં, અને એમ કરીને કાચબાની જેમ પડયા રહેવું પડયું. આ વખતે, પોતાના એક બધુ-સૈનિકને આમ આપત્તિમાં આવી પડેલે જઈ, અત્યન્ત ગર્વને લીધે પોતાને વીરશિરોમણિ સમજતી રસના સકળ વિશ્વને પિતાને આધીન માની વૃથા કુલાતી કુલાતી મોખરે આવી કહેવા લાગી “સ્પશન પડે, પણ જ્યાં સુધી હું ઉભી છું ત્યાંસુધી તમારો વિજય કહેવાય નહિં. કેમકે, અન્ય સર્વસ્વ ગયું હોય તોયે, જ્યાંસુધી રત્નગર્ભા વસુન્ધરા અક્ષત હોય ત્યાંસુધી રાજ્ય ગયું કહેવાતું નથી. સંધિવિગ્રહપૂર્ણ શાસ્ત્રના વિષે જેમ લક્ષણવિદ્યા મૂળ છે તેમ કામરાજાના પણું સંધિવિગ્રહપૂણે રાજ્યમાં હું જ મૂળ છું.” અક્ષત રહેલી રસના આમ કહેતી આવી એટલે ચારિત્રધર્મરાજાને અતીવ દઢ અને વિસ્તારવંત છાતીવાળે દર્ય સુભટ જેણે પૂર્વે અનેક ઉગ્ર દિAC. Gunratnisuri M.S. Jun Gun Aaradhak Trest