Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ( 136) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, - નામાં વિશ્વાસ રાખ્યા વિના રહેજ કેમ? પછી સંવરની આજ્ઞા માગી સદ્ય કવચ ધારણ કરી શસ્ત્રો લઈ અનશન વગેરે ચાલ્યા ત્યાં પ્રવચને એમને કહ્યું “એક મર્મની વાત છે એ સાંભળતા. જાઓ. આ મકરધ્વજના દાઢી મૂછવાળા સુભટોમાં પણ કર્તાહર્તા તો સ્ત્રી રસનાજ છે. એમને સર્વને જેર એ રસનાનું જ છે, એના જેર પરજ બધા નાચી કુદી રહ્યા છે. માટે જે તમારે વિજયની આકાંક્ષા હોય તે એકલી એ રસનાને જ જીતી લેવી. સપની વિષ ભરેલી દાઢજ ઉખેડી લેવી–અન્ય દાંત ભલેને રહ્યા.” એ પરથી અનશન પુનઃ કહેવા લાગ્યા “રસનાનેજ જીતવાનું કહેતા હો તો, હું એકલેજ એ કાર્ય કરીશ. રંડાને જીતવી એમાં સહાયક–પરિ ચ્છદ શા જોઈએ ? માટે તમે સર્વ બધુઓ પોતપોતાને સ્થાને રહે.” પણ એ યુદ્ધને માટે ટમટમી રહેલા એ બધુઓ કહેવા લાગ્યા...હે ભ્રાતા, અમે તે રણક્ષેત્રમાં તારી સંગાથે આવ્યા વિના નહિં રહીએ. - આ પ્રસ્તાવ બની રહ્યો છે ત્યાં તો મકરધ્વજના સ્પર્શન આદિ સેવકે સામા આવી દેહાવાસ રણક્ષેત્રમાં ખડા થઈ ગયા. પણ એ વખતે સંધ્યા સમય હતો એટલે બેઉ પક્ષેએ સંમત થઈ વળતા દિવસ પર યુદ્ધ મુતવી રાખ્યું. અને પાછળ હઠીને રાત્રે બેઊ પોતપોતાના સ્થાનમાં ગયા. અદ્ધ રાત્રીને સમયે કામદેવના છળ વગેરે સેવકોએ સ્પશનને કહ્યું “અત્યારે શત્રુના સૈન્યમાં છાપ મારીને યશ મેળવ. એ સાંભળીને ૫શન સ્તંભ, દંભ, છળ, દ્રોહ વગેરે પરિવાર સહિત “મારે મારે” કરતો અનશન વગેરે પ્રતિ પક્ષીઓની નજદીક ગયો. તત્ક્ષણ, જેના સર્વ કલેશ ટળી ગયા છે એ કાયકલેશ સુભટ પિતાના લોચસહન, આતપ સહન આદિ બધુઓ સહિત ઉઠીને સામે ઉભો રહ્યો. બેઉ પક્ષે વચ્ચે ઘેર યુદ્ધ મચી રહ્યું એમાં, કુવાદીના હેતુઓની જેમ, બેઉના શસ્ત્રાસ્ત્રો પૂરાં થઈ રહ્યાં. પછી તો અનશન અને સ્પશન મલે મલ્લની જેમ સામસામા યુદ્ધમાં ઉતર્યા. એમાં અનશને સ્પશન પર પ્રહાર કરી ક્ષણમાત્રમાં ભૂમિપર પાડી દીધો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust