Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ - સ્ત્રીઓને આલાપ અને લેકની ભાવના. (10) વખતે એમનામાં મહામહે આ પ્રમાણે આલાપ-સંલાપ થયા વાતો થવા લાગી - ' ', ', ' ' ? ? * હેન, તું ઉતાવળી ઉતાવળી ચાલી તે જરા મારી વાટ પણ નહિં જે ? અલિ! અભયકુમારને જોવાની બહુ ઉતકંઠાવાળી, પૂરાં વસ્ત્ર તો પહેર, આ તારા કેશ છૂટી ગયા છે એ તો બાંધી લે. સખી, તને તારા રૂપને બહુ ગર્વ છે પણ કોપડા વિના નહિ ચાલે. નિર્લજ, તને તારાં સાસરીની શરમ નથી આવતી? હે ગજગામિની, તને આ કુતૂહળ જેવા જવાની બહુ ઈચ્છા છે એમ તારાં વર્તન પરથી જણાય છે પરંતુ કાનમાંથી કુંડળ નીકળી ગયું એનું તે કંઈ ભાન નથી. અલિ સૈભાગ્ય મદઘેલી, કંઠમાંથી હાર નીચે પડી ગયે એ ધ્યાનમાં છે? અરે સ્થલગિ, અભયકુમારને જેવો હોય તો ઉતાવળી ઉતાવળી દેડ. અરે કુતૂહળ જેવા દોડતી આવનારી, ધ્યાન રાખીને બધું જોઈ લેજે. ફરી ફરી આવું જોવાનું નહિં મળે. અલિ મુગ્ધા, આમ ક્યાં સુધી નેત્ર વિકાસી વિકાસીને ત્યાં જઇ રહીશ ?. આ તારું કટિવસ્ત્ર ખસી જવાથી લોકો ઉપહાસ કરી રહ્યા છે એ એ તો ભાળ ! અરે નિર્લજ્જ, આ તારા વડીલ જોઈ રહ્યા છે ને તું કેમ દોડાદેડ કરી રહી છે? મને પણ તારાપર બહુ ક્રોધ થાય છે! અલિ પતિની માનીતી, તને કંઈ ધન વૈવનને બહુ ગર્વ આવી ગયો છે કે આવડું મોટુ ગવાક્ષ એકલી રેકી રહી છે? જ્યાં ત્યાં કેતુક જોવા જવા આવવામાંજ તારે જીવ છે–અન્યત્ર ક્યાંઈ પણ નથી. એટલે જ તારું શરીર આમ વધી જઈને અત્યન્ત સ્થળ થઈ ગયું છે એ વાત તારા લક્ષમાં નથી. અરે વૃદ્ધા, આખો જન્મારે કૈતુક જોઈ ઇને હજુ તપ્તિ ન પામી કે આમ વગ રૂંધીને સાની આગળ આવી ઉભી છે? અલિ ગર્વિષ્ટ તારી માતાએ કે કોઈએ તને કદિ પણ શિખામણ આપી છે કે નહિં? મારા જેવી વૃદ્ધાને અસહ્ય શબ્દપ્રહાર કરતી શા માટે વારંવાર ધક્કા મારે છે ? હે પંડિતા ! તું તે બહુ વાચાળ ઠરી! હવે તો તારે સવારે બંધ કર. આ અભયકુમાર આવ્યું અને હવે ધારી ધારીને જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust