Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી અભયકુમાર મુનિશ્વરે કામદેવ રાજાનું કરેલ વર્ણન, (127) : અને ત્યાગ કાર્ય કરવે જગત . " સ્ય વિનયગુણ પણ હોવાથી એણે શીધ્ર અગ્યારે અંગ સૂત્રથી તથા અર્થથી ધારી લીધા–આધીન કર્યા. એમ કરતાં એક વખત પ્રભુની આજ્ઞા લઈ ગીતાર્થ મુનિએના પરિવાર સાથે અભયમુનિએ ભવ્ય જીવોના પ્રતિબંધને અર્થે પૃથ્વી પર એકાકી વિહાર કર્યો. એમાં એક પ્રસંગે મુગ્ધ, મધ્યમ અને બુદ્ધિમાન શ્રોતાઓની સભામાં ગંભીર નાદે દેશના આપતાં એમણે કહ્યું કે-હે મહાનુભાવ શ્રોતાઓ! મેહરાજાને પાત્ર અને રાગને પ્રસિદ્ધ પુત્ર જે કામદેવ–એને આધીન રહેનારા પ્રાણીઓ અનેકાનેક રીતે પીડાય છે. માટે એવા પાપને હેતુભૂત આશ્રવનો તમારે પરિત્યાગ કરવો. અને સ્વર્ગ તથા મેક્ષનાં સુખ આપનાર જે સંવર–એનો આશ્રય કરવો આવશ્યક છે. એ દુષ્ટ મકરધ્વજકામદેવને નિગ્રહ કરવાને, ત્રણ જગતમાં એકલે વીર ગણુત સંવરજ શક્તિમાન છે. એ ઉપર એક દષ્ટાન્ત આપે. - સર્વ નગરોમાં શ્રેષ્ઠ ભુવના ભેગ નામે નગર છે. ત્યાં લેકે સ, જાણે શાસ્ત્ર સમુદ્રમાં રહેતા હોયની એમ રહે છે, એમાં કર્મરૂપી ઉપાધ્યાયે પઢાવેલા ઉત્તમ તેમ અધમ પ્રાણરૂપી નટપાત્ર, અહર્નિશ, જાતિ તેમજ વેશ બદલી બદલીને નવા નવા પાઠે લઈ, નવે રસ–અને વિવિધ અભિનય–થી ભરપૂર નાટક કરી રહ્યા છે. ત્યાં, ત્રણે જગતને જેણે મેહિની લગાડી દીધી છે એવા મેહરાજાને પિત્ર, અને વશીકરણમાં ચતુર એવા રાગકેસરિને મહાન અભિલાષાદેવીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ પુત્ર, પ્રસિદ્ધ મકરધ્વજ નામે રાજા છે. વિષ્ણુ, શિવ અને બ્રહ્મા આદિ દેવ અને દાનવો સુદ્ધાં એની આજ્ઞા, મયુરે જેમ કલગી ધારણ કરે છે એમ, મસ્તક પર ધારણ કરી રહ્યા છે, અને પ્રજ્ઞસી રેહિણું વગેરે સેંકડો વિદ્યાઓના બળથી ઉન્મત્ત, અસાધારણ સભાગ્યવાળા વિદ્યારે પણ મીઠું બોલી બેલીને, અબળા સ્ત્રીઓના ગુલામેની જેમ, એને ચરણે નમી રહ્યા છે. તો પછી એમની આગળ તૃણપ્રાય ગણતા આ પૃથ્વી પરના રાજાઓ કે સાધા રણ મનુષ્યની તો વાત જ શી કરવી? અરે! અજ્ઞાન મૂક પશુઓ પણ એ મકરધ્વજ-કામદેવને આધીન છે! ખરેખર એની વશીકરણ શક્તિ અજા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.