Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ચારિત્ર ધર્મ રાજા અને એમના પરિવારનું વર્ણન (171) કૈલાસપર જેમ અલકાપુરી આવેલી છે એમ એ ગિરિપર સુકાળ આરોગ્ય અને સારાજ્ય પ્રવર્તતાં હોવાથી શ્રેષ્ટપદવીએ પહોચેલું જૈનપુર નામે નગર છે સચ્ચારિત્ર અને સન્ક્રિયારૂપી શીત્તેરશીતર કોઠાઓવાળે એને એક કોટ છે. એ કોટને અનેક આગમરૂપી કાંગરા છે. કેટની આસપાસ વળી સિદ્ધાન્તરૂપી શ્રેષ્ઠ સમુદ્ર છે સમુદ્રને ક્ષમારૂપી પાળે છે. જેમ આક્ષેપણું આદિ ચાર જાતની કથાઓ છે એમ કેટને ચાર મુખ્ય દરવાજા છે. પ્રત્યેક દરવાજાને મિથ્યાવચન ત્યાગ-અને-સાવદ્યવચન ત્યાગ-રૂપી બએ દ્વાર (કમાડ) છે; અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચાર કુંભે છે. ધર્મગછરૂપી ઉત્તમ બજારો છે, સદ્ધરૂપી ધનથી એ બજાર ભરેલાં છે. સદ્ધર્મ આચરનારા આચાર્યોરૂપી શ્રેષ્ઠીઓ ત્યાં વસે છે. ભવ્યપ્રણીરૂપી ગ્રાહકે ત્યાં જાય આવે છે. એ નગર સમસ્તસ્થતિને પાલનહાર, સાધુ-મુનિઓને રક્ષક અને પાપિચ્ચેનો શાસનકર્તા ચારિત્ર ધર્મ નામે રાજા છે. એ રાજાને સર્વવિરતિ અને દેશવિરતિ નામે, અત્યન્ત કરૂણરસથી ભરેલાં હૃદયવાળી બે સ્ત્રીઓ છે. રાજારાણુને યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ રૂપ માતપિતા છે. પિતાનાં જેવાં આચરણવાળા બે પુત્રો અને માતાનાં જેવાં ચારિત્રવાળી એક પુત્રી છે. સધ નામનો સર્વોત્કૃષ્ટ મંત્રી છે જેના આપેલાં ઠરાવ-ફેંસલા પ્રલયકાળે પણ ફરે નહિં એવા છે. વળી સમ્યક્ર ન નામે એને પરાક્રમી સેનાપતિ છે, જે દેશના પાટનગરમાં રહ્યો રહ્યો પણ શત્રુના અન્ત:કરણને કમ્પાવે છે. સંયમ વગેરે એના સામો છે. રાજાની સેના પણ બળવતી છે, સેવકવર્ગ પણ સ્વામને અનુસરી ચાલનારે છે. આ સર્વને ઉંચી ડેક કરીને જોઈ રહેલા પેલા કામદેવના સ્પર્શન વગેરે સુભટ વાનરની જેમ દોટ મૂકીને એકક્ષણમાં ગિરિની એક ધાર ઉપર ચઢી ગયા. અને સંવરને જોઈને મનમાં આશ્ચર્ય પામી, પતે વિદેશી હોવાથી શોભાતા ક્ષેભાતા, એના એક સેવકને પૂછવા લાગ્યા–આ માણસોની વચ્ચે સર્વનો સ્વામી હોય એવો દેખાય છે એ કણ છે બૃહસ્પતિ કરતાં પણ વિશેષ બુદ્ધિમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust