Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (13) શ્રી અભય કુમાર મંત્રીશ્વેરનું જીવન ચરિત્ર, અને વકતૃત્વશાલી–એવા એ સેવકે ઉત્તર આપ્યો–એ. ચારિત્રધર્મ નૃપતિનો કોટવાળ છે, એનું નામ સંવર છે. ખરેખર શત્રુઓરૂપી દાવાગ્નિને શાન્ત કરવામાં સંવરનું જ કામ સારે છે. ચારિત્રધર્મ ભૂપતિના એ સંવર સેવકને પણ જ્યારે તમે જાણતા નથી ત્યારે બીજું તે તમે શું જ જાણતા હશે? એ સાંભળી અત્યન્ત ગર્વથી કુલી રહેલા પેલાએાએ કહ્યું-એકછત્રા પૃથ્વીનાથ મકરધ્વજકામદેવ વિના અન્ય કોઈ રાજા “સ્વામી’ શબ્દથી સંબોધાતો અમે તે જાણ્યું નથી. શું સૂર્ય વિના અન્ય કઈ દિવસપતિ કહેવાય ખરે? એ સાંભળી સંવરના સેવકે કહ્યું-મકરધ્વજને ને ચારિત્ર ધર્મને સંબંધ છે?, રણશીંગડું કુંકાય ત્યાંજ પલાયન કરી જાય એ ભાળ્યો તારે મકરવજ રાજ! અમારે તો અકેક સુભટ સુદ્ધાં સહસ્ત્રબદ્ધ શત્રુઓની સામે ટકકર ઝીલે એવો છે! ચારિત્ર ધર્મના વીર્યની વાતજ જૂદી છે! મેહરાજાને કે એણે યુદ્ધમાં કચરી નાખીને કણકણ કરી નાખે છે! વળી અમારા સ્વામીના બળથી જ એની સેનાને નાશ કરી અનન્ત પ્રાણીઓ અત્યારે નિવૃત્તિ પુરીને પ્રાપ્ત થયા છે ! શ્રેષ્ઠ સહાય મળે તો પછી શું અધુરું રહે? એ સાંભળીને કામના સ્પર્શન આદિ સુભટએ પૂછયું–તમે બહુ પ્રશંસા કરી રહ્યા છો એ ચરિત્ર ધર્મનું, ત્યારે, સૈન્ય કેટલું? કહો. . . - એ પ્રશ્નને સંવરના સેવકે ઉત્તર આપે કે–તમારામાંથી ફક્ત શ્રોત્રજ એ સાંભળે. શ્રોત્ર શિવાયના અન્ય બહેરા જેવા છે એમની સાથે વાત શી કરવી ? આ સાંભળી શ્રોત્ર સાવધાન થયે એટલે સંવરના સેવકે કહ્યું–અમારા ચારિત્ર ધર્મરાજાનું સિન્ચ તો સકળ જાતમાં વિખ્યાત છે. જે–એને યતિધર્મ નામે મહાબળવાન યુવરાજ કુમાર છે, એ જન્મે ત્યાંજ શત્રુઓ એટલા બધા ભયભીત થયા કે એમણે પ્રાણ છાંડયા. વળી એને ગૃહસ્થ ધર્મ નામે એક શૂરવીર લઘુપુત્ર પણ છે. એના ઉદયથી પણ વૈરિએનું સિન્ય સૂર્યના ઉદયથી કૈરવવન સંકોચ પામે છે એમ, સંકોચ પામી ગયું છે. એને સધ નામે એક મહામંત્રી છે એના યુક્તિયુક્ત કાયે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Xaradna Trust