Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ : ધતિધર્મ જામી પરિવારનું વર્ણન. (13) રૂપી મંત્રો વડે શત્રુ વર્ગ સર્ષની જેમ ખીલાઈ જઈને પિતાના સ્થાનથી આઘા પાછો થઈજ નથી શકતો. સમ્યક્ત્વ નામે એક રાજમાન્ય ધુરંધર અમાત્ય પણ છે. એણે એ રણક્ષેત્રને વિષે પોતાનું સમગ્રબળ વાપરીને શત્રુઓને નિબજ કરી દીધા છે. વળી પુણ્યાદય નામે સેનાપતિ છે એ યુદ્ધમાં ઉતરે છે ત્યાં તો સમગ્ર પ્રતિપક્ષીઓ સમુદ્ર પાર પલાયન કરી જાય છે. પંચમહાવ્રત એના મુખ્ય સામનો છે–એ મેરૂપર્વતની જેમ ત્રણે લેકને વિષે વિસ્તરીને રહ્યા છે. યતિધર્મ કુમારને વળી, જાણે નવીન કલ્પવૃક્ષે હાયની એવા ક્ષમા આદિ અંગરક્ષકે છે. સંયમ નામને સામન્ત અને એના સત્તર મહાશુરવીર સુભટો એ યતિધર્મની વળી સાથે ને સાથે જ રહેનારા પરિચારકે છે. - ' ચારિત્ર ધર્મ રાજાને વળી, ઉપર વર્ણવ્યા પ્રમાણેના પદવીધરે ઉપરાંત, બાર સૂર્યસમાન તેજસ્વી ગૃહસ્થ ધર્મ નામના ભક્તિમાન સુભટે પરિચર્યા કરનારા છે. વળી એને ચાર લોકપાળ સમાન ચાર સ્વભેદ સુભટોએ યુક્ત, શુકલધ્યાન નામે મંડળાધિપતિ સેવક છે. ત્રણ જગતને વિષે અદ્વિતીય વીર એવો એ મંડળાધિપતિ જે કઈવાર પણ કપાયમાન થયે તો મેહરાયના એક પણ માણસને છેડે નહિં. એ જ પ્રમાણે એક ધર્મધ્યાન નામે મંડળિક છે એને એ ચાર સુભટે છે જેમની સંગાથે યુદ્ધ કરતા પરાજય પામેલા મેહરાયના માણસો હજુ ખાટલે ને ખાટલે છે. ચિત્ત પોષક સતેષ નામે એને એક ભંડારી છે એ નિઃસ્પૃહપણે ધર્મના ભંડારનું રક્ષણ કરે છે. જ્ઞાનદાન પ્રમુખ દાનભેદ એના મતંગજો છે, જેની ગર્જનાના શ્રવણ માત્રથી જ શત્રુનું સૈન્ય નાસી જાય છે. વળી અઢાર હજાર શીલાંગ નામે પદાતિઓ છે–એમનામાં અનેક પણ અનેક શત્રુઓને ભારે પડે એવો છે. તીણ પ્રકૃતિવાળા અનેક જાતિના તપ એના તેજી અ છે-એએ પણ નિકાચિત કર્મરૂપી શત્રુઓનો સંહાર કરી નાખે છે. વળી અનિત્યતા આદિ (બાર) wવનારૂપી રથો છે જેમાં રહીને સુભટો સુખેથી શત્રુ પર પ્રહાર કરી શકે છે. કાળપાઠ આદિ એના શબ્દવેધી ધનુષ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust