Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (108) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, વતો ચાલ્યા. ત્યારપછી ઈવાકુન્ય-ભેગ–ઉગ્ર વગેરે કુળના સામન્ત પિતપોતાના વાહન પર આરૂઢ થઈ ચાલવા લાગ્યા. એમની પાછળ ભાલાવાળા, ધનુષ્યવાળા, દંડવાળા, તીરકામઠાવાળા, શક્તિવાળા અને મગદળવાળા ચાલવા લાગ્યા. એમની પછી વળી ઠેકતા કુદતા, હસતા, આનન્દ કરતા, એકબીજાથી આગળ નીકળવાને યત્ન કરતા પાયદળના માણસે ચાલ્યા. અને એમની એ પાછળ હેટા ધનવંત, સેનાનાયકે શ્રેષ્ટિ વર્ગ, સાર્થવાહ, મંત્રિઓ અને મંત્રીશ્વરે ચાલ્યા. તે પછી માર્ગને વિષે કેઈની દુષ્ટ દષ્ટિ ન લાગે એટલા માટે હેન, વારંવાર હર્ષ પૂર્વક અભયકુમારનાં લુણ ઉતારવા લાગી. અને માતા નન્દાએ પણ એને આશીર્વાદ આપ્યા કે-વત્સ અભયકુમાર તું બાહુબલિ, સનસ્કુમાર વગેરેની જેમ યાવતજીવ ચારિત્ર પાળજે. સિંહની જેમ ચાલી નીકળ્યો છે તો હવે વિહારમાં પણ સિંહત્વ દાખવજે. રાજલક્ષમીનો પરિત્યાગ કરીને તું પ્રવ્રજ્યા લેવા ઉદ્યત થયો છે એમાં તે નિશ્ચયે પૂર્વ પુરૂષના લુપ્તપ્રાય થઈ ગયેલા આચાર વ્યવહારનો ઉદ્ધાર કર્યો છે. અત્યારસુધી તેં દ્રવ્યશત્રુઓને તો બહુબહુ પરાજય પમાડયા છે. હવે ભાવશત્રુઓનો પરાજ્ય કરી વિજય પતાકા પ્રાપ્ત કરજે અને મેસાળપક્ષ તથા પિતૃપક્ષ–એમ બેઉ કુળને દીપાવજે. એટલામાં તે જય, જય, નન્દ, ન, આનન્દમાં રહેજે, વિજય પ્રાપ્ત કરજે એવા મંગલિક શબ્દો બારોટ–ભાટ-આચાર્યચારણ વગેરે વર્ગના લોકોના મુખમાંથી બહાર પડવા લાગ્યા નાન્દી, તૂરી આદિ વાત્રેનો નાદ સાંભળવા લાગ્યા અને અનેક જોવા લાયક દ–તમાસા થવા લાગ્યા–એમાં અભયકુમાર ઉત્તરાનક્ષત્રના મેઘ જેમ ધોધબંધ વષદ વરસાવે છે એમ, થોકબંધ દ્રવ્ય વેરતો, યશ-કીર્તિથી દિશાઓને પૂરતો હોયની એમ અથીજનોના મનોરથ પૂરતો, પિતાને મન્દિરેથી પરમપ્રેમપૂર્વક સમવસરણ ભણી ચાલ્યો. એટલે નગરની તરૂણ અને વૃદ્ધ-સર્વે સ્ત્રીઓમાં ખળભળાટ ઉઠે. કેમકે સ્ત્રીઓને કેતુક પહેલું છે. એ P.P. Ac.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust