Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ( 12 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. * પ્રભુએ એને પ્રવજ્યાની સાથે ઊપદેશ દઈ મહત્તરા સાધ્વીને સેંપી. કેમકે હંસી હંસીઓના સાથમાંજ શેભે છે. હવે રાજાની પિટ્ટરાણ મંત્રી પ્રભુની શિષ્યા અને સાધ્વી બનેલી નન્દા મહત્તરા આર્યાઓની વિયાવચ્ચ કર્યા કરતી, પાપકર્મોને ક્ષય કરતી, સર્વ કિયાનુષ્ઠાનને અભ્યાસ કરતી, જિનગુરૂની ઉપાસના કરતી હર્ષસહિત ચારિત્ર પાળવા લાગી. કારણ કે સજીને રાજ્યને વખતે રાજ્ય કાર્યભારમાં અનુરક્ત રહે છે, તેમ તપશ્ચર્યાનો પ્રસંગે ઉપસ્થિત થિયે તપશ્ચર્યામાંજ લીન રહે છે. એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, ચાર, પાંચ અને એથીયે આગળ વધીને અદ્ધ માસના, અને એક માસના ઉપવાસ કરીને શરીર શેષવવા લાગી. એમ કરતાં અનુક્રમે અગ્યાર. અંગસૂત્રોને અભ્યાસ કરી સર્વશ્રેષ્ઠ વિદુષી થઈ, વીશ વર્ષ પર્યન્ત દીક્ષા પાળી, ઘાતિ. કર્મોને હણી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી નંદા સાથ્વી મેક્ષે ગઈ. છે .. ..... !... હવે અહિં અભયમુનિએ પણ મુનિઓના હદયકમળને વિષે ભ્રમરની લીલાએ રહેતાં લીલા માત્રમાં અનેક શાસ્ત્રોને અભ્યાસ કર્યો અને નિરન્તર કંઈને કંઈ અભિગ્રહ રાખી, કમળની જેમ ઉપલેરહિત રહી સિદ્ધાંતો શીખી લઈ અસામાન્ય વિદ્વતા પ્રાપ્ત કરી. વળી જીવ આત્માની પેઠે અપ્રતિહત ગતિ, શંખની જેમ નિરંજન, વાયુની પેઠે અપ્રતિબદ્ધ, કૂર્મની જેમ ગુપ્તેન્દ્રિય, પક્ષીની જેમ વિમુક્ત, આકાશની જેમ નિરાશ્રય, ભારંડની જેમ અપ્રમત્ત, ખગીના શૃંગની જેમ એકાકી, વૃષભની જેમ દઢકાય, અગ્નિની જેમ સુદીસ, હસ્તીની જેમ ઉન્નત, સિંહની જેમ ઈર્ષ, ભાસ્કરની જેમ તેજસ્વી, ચંદ્રમાની જેમ શીતળ, સાગરની જેમ ગંભીર, મેરૂની જેમ નિષ્કપ, પૃથ્વીની જેમ સવસહ, અને શરદના જળની જેમ સ્વચ્છ રહી; શસ્ત્રાઘાત વિષદંશ કે શીતળ લેપ હરકેઈ કરી જનાર પર સમભાવ રાખી; કાષ્ટ અને મણિસુવર્ણદિને, તથા સ્વજન અને પરજનને એકજ દષ્ટિએ નિહાળી રાય અને રંક, વિદ્વાન અને મૂર્ખ, ધનવાન અને નિર્ધન, ભાગ્યવાન અને નિર્ભાગકિ, રૂપવાન અને કદ્રુપ-સર્વને સરખા ગણું; અને શબ્દ, રૂપ, રસ, ગંધ, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust