Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી અભયકુમારની માતાની દીક્ષા અનૈ મિક્ષ, (11) ગૃહસ્થાવાસમાં પણ યતિ જેવાં આચરણ પાળતે હાઈ જે સર્વ ક્રિયાનુષ્ઠાન જાણતો હતો એવા અભયમુનિએ પણ પ્રભુના આદેશને “નાથ ! મને આવો ઉપદેશ આપ્યા કરજે” એમ કહીને સત્કાર કર્યો. - પછી પ્રભુએ અભયકુમારના, પિતા શ્રેણિક રાજા વગેરે સંસારિક સંબંધીઓને ઉદ્દેશીને કહ્યું-લીલા માત્રમાં રાજ્ય સંપત્તિ ત્યજી ઉત્તમ પુરૂષને માગે એકદમ ચાલી નીકળે એવા અભયના પિતા તરીકે તમને પણ ધન્યવાદ ઘટે છે. વળી હર્ષપૂર્વક, લેશ પણ કલેશ કર્યા વિના તમે એને આ પ્રમાણે મહાગૌરવ સહિત દીક્ષા અપાવી એને માટે તે તમારી વિશેષ પ્રશંસા ઘટે. . ; . આવાં જિનભગવાનના ઉપકારક વચન સાંભળી શ્રેણીકરાજા એમને તથા અભયમુનિને નમીને, અભયનું જ સ્મરણ કરતો પિતાને સ્થાનકે ગયે. પ્રભુએ પછી અભયમુનિની ગણધરને સેંપણી કરી. અથવા તે એમાં શું? એમણે તો જગત આખાને અભય આપેલ છે. અભયકુમારની માતાનન્દા પણ હર્ષપૂર્ણ ચિત્તે વિચારવા લાગીમારા અભયને પૂરે ધન્યવાદ દેવે ઘટે છે, કેમકે એણે પિતાના રાજ્યની પિતાને ઈચ્છા નહિં છતાં પણ ચિરકાળ પર્યન્ત રાજ્યની ધુરા વહન કરી હવે તીર્થકરની પાસે વ્રત ગ્રહણ કર્યું. અથવા તે સાહસિક પુરૂષોની બેજ ગતિ હેય. કાંતે શ્રેષ્ઠ રાજ્યલક્ષ્મી, અને નહિં તે પછી પ્રવ્રજ્યા. પણ હવે જ્યારે હારા નન્દને જ વ્રત ગ્રહણ કર્યું છે ત્યારે મહારે સંસારમાં રહીને શું કરવું ? હું પણ પ્રભુ પાસે જઈ દીક્ષા લઉં. અથવા તો ગાય પતે. હોંશે હોંશે પોતાના બચ્ચાની પાછળ જાય છેજ. એમ વિચારી પોતાના સ્વામિનાથ શ્રેણિકરાજાની અનુજ્ઞા માંગી. કારણ કે બને ત્યાંસુધી સર્વના મનનું સમાધાન કર્યા પછી જ ધર્મ કરવો યોગ્ય છે. રાજાએ પણ નન્દાને સમ્મતિ આપી એટલે નન્દાએ પોતાની પાસે હતાં એ બેઉ દીવ્ય કુંડળ અને દેવતાએ આપેલ વસ્ત્રો હલ્લને તથા વિહલને આપી શ્રીમાન મહાવીર પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું AC. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust