Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (110) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. તે આ પ્રમાણે સ્ત્રીઓ વિવિધ વાર્તાલાપ કરી રહી હતી એવામાં અભયકુમાર નજદીકમાં આવ્યો. એટલે સકળ સ્ત્રી પુરૂષે તક્ષણ એકાગ્રચિત્ત જોઈ રહ્યા. તેથી એઓ જાણે નિશ્ચીત પત્થરના પુતળાં હોયની એવો દેખાવ થઈ રહ્યો. “જેણે ધર્મ, અર્થ અને કામ-એ ત્રણે પુરૂષાર્થો સાધાપૂર્વક રાજ્ય ચલાવી સર્વ જગત પર એક પોપકારજ કર્યો છે એવા આ અભયકુમાર પોતાનો મનુષ્ય જન્મ સફળ કરવા ચાલ્યા એમ કહી કહી હજારો લોકો એમને આંગળી ચીંધવા લાગ્યા. પદેપદ સહસ્ત્રપદ નેત્રે એમને જોઈ રહ્યા, તે જાણે કુમુદપુષ્પો ચંદ્રમાને, કે કમળપુષ્પ સૂર્યને જોઈ રહ્યાં હોયની ! ધન્ય છે એને ! ધન્ય છે એનાં ઉત્તમ લક્ષણેને, વિદ્વત્તાને, એનાં શાને, એનાં ધર્યને અને એની બુદ્ધિને ! કે સમૃદ્ધિથી ભરેલાં મનહર રાજ્યને જીર્ણપ્રાય રજજુની જેમ ત્યજી દઈને આજે, સર્વ સંપત્તિના મૂળ એવા શ્રીમાન્ મહાવીરની સમક્ષ દીક્ષા લઈ મેક્ષ પ્રાપ્ત કરવા ચાલી નીકળે છે! એ પ્રમાણે કહીને લોકો પ્રમેદપૂર્વક એની સ્તુતિ કરવા લાગ્યા. વળી આ અભયકુમારની જેવી આપણું પણ મતિ થાઓ કે જેથી આપણે પણ આ સંસાર સાગરને પાર પામીએ” એવા મનોરથપૂર્વક ધર્મિષ્ટ જો એની પ્રશંસા કરવા લાગ્યા. ઐહિક ફળની આકાંક્ષાવાળા વળી એમ કહીને એના ગુણોને અનુરાગ કરવા લાગ્યા કે એના સમાન ભવ્ય રૂપ, સુંદર કાન્તિ, આકર્ષક લાવણ્ય, અને ઉત્તમ સાભાગ્ય આપણને પણ પ્રાપ્ત થાય તો કેવું સારું ! એના સદ્દગુણોથી આકષચેલાં સ્ત્રી પુરૂષે વળી સૂર્યની જેમ એના ભણી પણ અંજલિ જોડી રહ્યાં હતા એ સિાને અભયકુમાર પોતે પણ સામું નમન કરી સત્કાર કરવા લાગે. વળી કોઈ કોઈ તે “હે સુબુદ્ધિ અભયકુ- - માર, તું ઘણા દિવસે પર્યન્ત, બહુ બહુ માસ પર્યન્ત, બહુ છમાસી પર્યન્ત, અનેક વર્ષો પર્યન્ત ચારિત્ર પાળજે એમ આશSવાદ દેવા લાગ્યા. આ પ્રમાણે પ્રજા વર્ગની પ્રશંસા, સ્તુતિ, અભ્યર્થના, આશીવદ આદિ મેળવતે, પ્રભાવના કરતો, ઉત્કૃષ્ટ ભાવના ભાવતો, સં - P.P. Ac. Gunratnasuri MS Gun Aaradhakru