Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ દુષ્ટ માત્રીઓની શિખામણથી રાજર્ષિને અપાયેલ વિષ, (97), w નિયમ છે, કંઈ મુખમાં નાખવાનો નિયમ નથી એ સંકલ્પ કરી બેર ઓંમાં નાંખ્યાં, અને દાંત વગરનાની જેમ ચગળ્યાં. પછી ' આવાં દુર્લભ સ્વાદિષ્ટ બરની આગળ દેવતા પણ નિયમભ્રષ્ટ થઈ જાય તો મારા જેવાની શી વાત, માટે “પડો વા એ નિયમ પર એમ વિચારી શિયાળ હેંમાંના બાર ગળે ઉતારી ખાઈ ગયે. છે. આ શિયાળની જેમ ઉદાયનને પણ રાજ્ય ત્યાગ કર્યાને પશ્ચાત્તાપ થયો છે. માટે એ રાજ્ય લેવાને જ આવ્યા હશે. પૂર્વે કંડરીકમુનિ પણ રાજ્ય લેવાને આવ્યા હતા એ તમે નથી જાણતા? માટે એના લેશ પણ વિશ્વાસ કરશે નહિ. કેમકે બહસ્પતિ પણ કહી ગયેલ છે કે અવિશ્વાસ–એજ નીતિનું મૂળ છે. દુષ્ટ પ્રધાનોનાં એવાં વચન સાંભળીને એ કેશી કહેશે કે જે ઉદાયન રાજ્ય ગ્રહણ કરશે તો હું તો એને આપી દઈશ; ભરતે રામને આપ્યું હતું એમ સ્વામી પોતાનો અધિકાર પુનઃગ્રહણ કરે. એમાં સેવકે ક્રોધ શું કરે? આ મારા મામાં મારા સ્વામી છે અને હું તો સર્વદા એને સેવક છું. કેશીનાં એવાં વચન સાંભળીને એ દુરાત્મા સલાહકારે કહેશે કે રાજન, લીધેલું પાછું આપવું એ રાજાને ધર્મ નહિં. એણે પિતે તમને રાજ્ય આપ્યું નથી, તમારા કર્મો તમને આપ્યું છે. એમ ન હોય તો અભીચિને મૂકીને રાજ્યલક્ષ્મી તમારી પાસે કયાંથી આવે ? ગોત્રજો જેમ પોતાને હિસ્સે હઠ પૂર્વક લે છે એમ રાજ્ય પણ પિતા, કાકા, ભ્રાતા, પુત્ર કે ત્રિ. પાસેથી પડાવી લઈ લેવું કહ્યું છે. આ રાજ્ય પિતે પોતાની મેળે જ જાણે હાલી ચાલીને તમારી પાસે આવ્યું છે તે પાછું કેમ દેવાય ? એમ પાછું આપી દે છે એને લેકે પણ નિ:સત્વ ગણે છે. હે રાજન, અર્ધ રાજ્ય લઈ લેનાર સેવક ઉપેક્ષા કરવા એગ્ય નથી, તે આ તે સકળ રાજ્ય લેવા ધણું પિતે આવેલ છે તો એની તે કેમ જ ઉપેક્ષા થાય? આવાં આવાં કુમંત્રીઓનાં વચનો ઉપરથી, એ કેશીને ઉદાયન પ્રત્યે જે ભક્તિભાવ હશે એ ભક્તિભાવ જતો રહેશે. કુંકી ફંકીને કાન ભરવામાં આવે ત્યાં સારવાર પણ શી હોય? પછી તે અમાત્યને પુછશે કે “ત્યારે હવે કરવું શું” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust