Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (14) શ્રી અભય કુમાર મત્રો ઘરનું જીવન ચરિત્ર, માતપિતાનાં નિષેધાત્મક વચન સાંભળીને અભયકુમારે કમળ શબ્દમાં કહ્યું–સળ પૃથ્વીને આનન્દ “આપનારા તમારા જેવા પિતા અને સર્વ પ્રાણી પર વત્સલભાવ રાખનાર મારાં માતા મને જે આદેશ કરે છે એ સર્વ સુંદર વાત છે. કારણ કે માતપિતા નિત્ય પુત્રનું શ્રેય કરવામાં તત્પર હોય છે. પરન્તુ તમે મને જે “અમે વિદ્યમાન રહીએ ત્યાંસુધી...., ઈત્યાદિ પ્રેમપૂર્વક કહ્યું એ અનિશ્ચયાત્મક છે કેમકે આયુષ્યની ગતિ વિષમ છે. હું યુવાન, પ્રઢ કે વૃદ્ધ-કેઈનું જીવિત ભલે ઓછું કે વધતું, નિયત -ચોકકસ કરેલું નથી. બધું અનેકાંત છે માટે સમુદ્રનાં વાયુ પ્રેરિત તરંગની જેવું આયુષ્ય ક્ષણભંગુર છે, એમાં પ્રતિક્ષણ મૃત્યુની જ વાટ જોઈ રહેવાની છે. વળી મારા ચારિત્ર ગ્રહણ કર્યા પછી જ્યારે તમે મને સાધુનો સંપૂર્ણ આચાર પાળતો શ્રીમાન વીર પ્રભુની ભક્તિપૂર્વક સેવા કરતા જોશે ત્યારે તેમને જે હર્ષ થશે તે મારું ગૃહસ્થજીવન જોઈ થયેલા. હર્ષ કરતાં લક્ષગણે થશે. માટે પૂર્વે શ્રી નારાયણે જેમ સાંબપ્રદ્યુમ્ન વગેરેને પાસે રહી દીક્ષા અપાવી હતી એમ, મને પણ તમે અપા... 7 આ પ્રમાણે, અભયકુમારે અતિ ગાઢ આગ્રહપુર્વક માતપિતાને સમજાવ્યા, અને અને એમની સંમતિ મેળવી. સારા કામમાં સે વિઘો આવી પડે છે એ સમજી, લેશ પણ વિલંબ કર્યા વિના, અભયકુમારે, પિતાની અનુજ્ઞા લઈને પોતાના સર્વ આવાસમાં પિતા થકી અઠ્ઠાઈ મહોત્વ કરાવ્યો અને બહુમાનભક્તિપુરસ્સર આશ્ચર્યકારક સાધમી વાત્સલ્ય કર્યું. . . . . . . ... શ્રેણિક રાજાએ પણ પિતાના કુટુમ્બીપુરૂષોને તેડાવીને અભયકુમાર ચારિત્ર ગ્રહણ કરવાને છે એવા સુંદર પ્રસંગને લઈને નગર શણગારાવ્યું. એમણે, વૈદ્ય રેગીને દેહ શુદ્ધ કરે છે. એમ રાજમાર્ગ આદિ સર્વ સ્થળે સાફસુફ કરાવ્યા. અને વર્ષાદ કરે એ જળને છંટકાવ કરાવ્ય, વળી એની ઉપર સુગન્ધિ દ્રવ્ય તથા સુંદર પુપો કુંકુમ વગેરે છંટાવ્યાં. બજારે બજારે સુંદર મંડપની બેઠક કરવામાં આવી અને એ મંડપોને તરણ તથા 13 : P.P.Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust