Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી અભયકુમાર મંત્રી ઘરના દીક્ષા મહેસથ, (15) લાલકસુંબાના ઉલેચ બાંધવામાં આવ્યા વળી સર્વત્ર વિવિધરંગની, સિઁહ અશ્વ વગેરેની આકૃતિવાળી ધ્વજાપતાકાઓની પણ શોભા કરવામાં આવી. પછી અભયકુમારને ઉત્તમ સામગ્રી વડે રાજાએ અતિમ સ્નાન કરાવ્યું. કેમકે વત્સલતા બતાવવાનો એક સમય હતો. કોમળકરવાળા પુરૂષોએ એને સુગન્ધિ તેલનું મર્દન કર્યું. મર્દન કર્યા પછી વળી એમણે, એને વિષે સ્નેહભાવ ધરનારા છતાં મૃદુ પીઠી ચોળીને નેહ ઉતારી નાખ્યો. પછી સિંહાસન પર બેસાડીને એને એકસને આઠ કૃત્તિકા સોનારૂપા અને મણિમય કુંભ વડે એકી સાથે બબ્બે ત્રણત્રણ લઈને સ્નાન કરાવ્યું; દેવમંદિર પર જાણે મેઘ વર્ષાદ વર્ષાવતા હોયની એમ સ્નાન કરી રહ્યા પછી મૃદુ અને સૂક્ષ્મરૂંવાટીવાળા ગંધવસ્ત્ર વડે એનું શરીર લુછવામાં આવ્યું. અને એના કેશપાશને વસ્ત્રમાં વીંટીને નીચોવવામાં આવ્યા, તે વખતે એમાંથી જળ ટપકવા લાગ્યું તે જાણે અલ્પસમયમાં પિતાનો ત્રાટ-લેચ થવાને છે એના દુ:ખને લીધે આંસુ સારતાં હોયની! વળી એક આશ્ચર્યકારી કાર્ય કરવામાં આવ્યું તે એ કે એનું શરીર સુગંધયુક્ત હોવા છતાં પણ, એને સગે શીર્ષ ચંદનનું વિલેપન કરવામાં આવ્યું. વળી એના કેશને શોભીતી રીતે ઓળી ઠીકઠીક કરી એમાં પુષ્પ ભરાવવામાં આવ્યાં તે જાણે એમને તુરત જ લેચ થવાને છે માટે હર્ષ પૂર્વક એઓ સુવાસને અનુભવ કરી લે એટલા માટે જ હોયની એના મસ્તકે પુષ્પને મુગટ તથા વક્ષ:સ્થળપર પુષ્પને હાર પહેરાવવામાં આવ્યો તે જાણે પુણ્યલતમીના આદરસત્કારને અર્થે હોયની! એને જે વસ્ત્ર પહેરાવવામાં આવ્યાં તે પણ સર્વથા સુંદર–અશ્વલાલા જેવા મૃદુ, કુંક મારીએ ત્યાં ઉડી જાય એવાં હળવાં, જરીકસબથી ભરેલાં છેડાવાળાં, અને હંસસમાન નિર્મળ અને વેત પછી એનું ચંદન, અક્ષત, અને દધિ વગેરેથી કહુકમંગળ કરવામાં આવ્યું. વળી એને સસૈને સ્થાને ઉત્તત્તમ આભૂષણે પણ પહેરાવવામાં આવ્યાં મસ્તકે સર્વાલંકાર શિરોમણિ ચૂડામણિ ભાલપ્રદેશે વિશાળ મુકુટ, કણે sy P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust