Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી ઉદાયન મહારાજાની દીક્ષા, (35) માયારૂપ બન્ધનને ત્રાડી નાખીશ.” ઘેર જઈને એણે બુદ્ધિપૂર્વક વિચાર કરી જે તે એને જણાયું કે પુત્ર અભીચિને રાજ્ય સેંપીશ તે મેંજ હાથે કરીને એને અગાધ દુ:ખમાં નાખ્યો કહેવાશે કેમકે આસક્ત થઈને રહેનારા રાજાઓને રાજ્યને અંતે નરક છે. માટે મારે ભાણેજ કેશી છે એને રાજ્ય આપું. જો કે કેશી પણ ભાણેજ અને એને રાજ્ય આપું એટલે એ યે નરકાધિકારી થશે. પણ અભીચિ નિકટને અને કેશી જરા દૂરને સંબંધી એટલે ફેર છે. એમ દલીલો કરી જઈ એક નિર્ણય ઉપર આવી ઉદાયને કેશીને રાજ્ય સોંપી, અઠ્ઠાઈ મહોત્સવ કરી, ધનદાન વડે યાચકોના મનોરથ પૂરી, હર્ષપૂર્વક પરમભક્તિ સહિત અમારી પાસે ચારિત્ર અંગીકાર કર્યું છે, અને અત્યારે એ ષષ્ઠ, અષ્ટમ, દશમ આદિ તીવ્ર તપશ્ચર્યા વડે, કિરણે વડે જેમ સૂર્ય જળને શેષવી નાખે છે એમ, પોતાની સપ્ત ધાતુઓને અત્યન્ત શાષવી રહ્યો છે. - એ ઉદાયનરાજા આ અવસર્પિણમાં અન્તિમ રાજર્ષિ થયે છે; યુગ પ્રધાનોને વિષે જેમ દુ:પ્રસભ અન્તિમ થઈ ગયો છે એમ. શ્રી વીર ભગવાને આ પ્રમાણે ચરમરાજર્ષિ ઉદાયનનું ચરિત્ર રાજગૃહી નગરીમાં અભયકુમાર મંત્રીના પૂછવાથી દેવ દાનવ અને શ્રેણિક રાજા વગેરેની બનેલી સંસદામાં વિસ્તાર સહિત અથેતિ કહી બતાવ્યું. - પછી અભયકુમારે હસ્તદ્વય જોડીને, કરતળમાં રહેલા આમળકફળની જેમ ત્રણે જગતને એકી વખતે જેઓ નીહાળી રહ્યા છે એવા વીરપ્રભુને, પૂછયું–હે દેવાધિદેવ, ત્યારે હવે એ ઉદાયન મુનિનું ભાવિ ચરિત્ર કેવું છે એ પણ આપ કૃપા કરીને કહો. કારણ કે રસિકજનાને કથાનકનો ઉત્તરોત્તર ભાગ સાંભળવાની સવિશેષ ઉત્કંઠા હોય છે. અભયકુમારની જિજ્ઞાસા તૃપ્ત કરવાને પ્રભુએ એ રાજર્ષિનું ભવિષ્યનું વૃત્તાન્ત કહ્યું કે આ પ્રમાણે - - હે અભયકુમાર, તપશ્ચર્યામાં પારણને દિવસે નીરસ, વિરસ, રૂક્ષ અન્સ અને કાળ પહોંચતા હોય એવા આહાર વડે શરીરને ટકાવી રહેલા અને કર્મરૂપી વૈરિએનું ઉમૂલન કરવાનો પ્રયત્ન કરી રહેલા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.