Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ નિપુણ્ય ઉપર અભદ્ર શેઠનું છત ! (87) ભક્ત હતાં અને સાધુ વગેરેને પ્રતિફળની આશા વિના પુષ્કળ દાન દેતા. વળી અહોનિશ નિર્મળ શીલનું અનુપાલન કરતા, સદા તીવ્ર તપશ્ચર્યા આદરતા, નિત્ય અનિત્યાદિ બાર ભાવના અને વારંવાર ઉત્કૃષ્ટ વિભવ સહ તીર્થ યાત્રાએ જતા આવતા. આમ ધર્મ પરાયણ રહી પિતાનો મનુષ્યાવતાર સફળ કરતા. પરન્તુ એ આમ દ્રવ્યનો વ્યય કરતા એથી સાગરને અને એની સ્ત્રીને તે ઉલટું બહુ દુ:ખ થયું એટલે એ વિચારવા લાગ્યા-આ વૃદ્ધોની તો બુદ્ધિ નષ્ટ થઈ છે. જ્યાં ત્યાં આમ દ્રવ્ય ખરચી નાખે છે તો કદાચિત્ કાલેજ એમનું મૃત્યુ થયું તો પછી આપણે માટે રહેશે શું? જે બધું વાપરી નાખશે ને કંઈ નહિં રહેવા દે તો આપણે તે હાથમાં ઠીબકું લઈ ભીખ માગવી પડશે. આમ વિચારી એકદા એ દુબુદ્ધિ પુત્રે પિતાને કહ્યું–તમને તે શું વાયુ થયું છે કે સન્નિપાત ફાટી નીકળે છે કે કેઈ ગ્રહના પાસમાં સપડાયા છો કે તમારી બુદ્ધિજ ભ્રષ્ટ થઈ છે કે આમ રેજને રોજ આપી આપીને ધનને નાશ કરવા માંડે છે! તમે પિતા નહિં પરંતુ કુટુંબના વેરિ જાગ્યા છે. હવેથી જે એક કેડી પણ કદિ કેઈને આપી તે મારા જેવો કઈ બુરે નથી. એમ જાણજે. પણ ધનેશ્વરે તો પુત્ર પ્રતિબંધને ગ્ય નથી-એમ સમજીને અદ્ધ ભાગ લેકોના અધ્યક્ષ આપી પુત્રને મિત્ર બનાવ્યું. પછી તે એને વિરાગ્ય થયો એટલે અનેક ધર્મ સ્થાનમાં સવિશેષ વ્યય કરવા માં પણ એનું દ્રવ્ય ઘટવાને બદલે ઉલટું ધર્મની સાથેસાથ વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે પોતાની છેલ્લી ઘડી આવી પહોંચી સમજીને જે હતું તે સમસ્ત દ્રવ્ય ઉત્તમ બીજની પેઠે સાત ક્ષેત્રમાં વાપરી અનશન આદરી, નવકાર મંત્રનું સ્મરણ કરતાં શુભ ધ્યાને મૃત્યુ પામી બેઉ સ્વર્ગે ગયા. પાછળ સાગરે તો પોતાનું ધન નહિં પોતે ભગવ્યું કે નહિં દીધું ને એમજ વિદ્યાની પેઠે નાસ પામ્યું. * ' આમ થવાથી એ બેઉ દુર્ભાગી પેટ ભરવા માટે લોકોને ઘેર કામ કરતા રહ્યા. પણું તોયે કેટલેક કાળે કંઈ વ્યાધિ થવાથી કામ કરવાને અશક્ત થઈ ગયા અને કોઈએ પણ એમને ખાવાનું દીધું નહીં. કારણ કે હાથ પગ ચાલતા હોય ત્યાં સુધીજ કંઈ મળવાનું P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust