Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પૂછતાં એણે કહ્યું-હું કલાલ છું. કેને ઉત્તમ સુરા-મદ્ય આપું છું. ને એઓ એ આનન્દપૂર્વક હશે હશે પીયે છે. આમ એમને સુખ ઉપજાવનારે હું ધર્મિષ્ટ જ કહેવાઉં. મારી નિન્દા કરે એજ પાપિચ્છ.” એક બીજાએ વળી કહ્યું “હું કેટવાળ છું. લેક પાસેથી ન્યાયપૂર્વક દ્રવ્ય કઢાવું છું. કેમકે ઉન્માર્ગે જનારા પાસેથી હું દ્રવ્ય લઈને વળતી શિક્ષા આપું છું (કે ફરી એ એવે માર્ગે ન જાય) ત્યારે કહો, એક અત્યન્ત નૈષ્ઠિક યતિની જેમ હું ધર્મિષ્ટ ખરે કે નહિં "? છે. હાલ આ પ્રમાણે અકેકને પૂછતાં સર્વેએ પોતપોતાને ધર્મિષ્ટમાં ગણાવ્યા. અરે! એક મરણોન્મુખ ખાટકી આવ્યે એણે યે કહ્યું કે હું ધર્મિષ્ટ છું. છાગ–ગાય આદિ પ્રાણીઓને સ્વેચ્છાએ હણીને પછી આપી દઉં છું. બહેન, ભાણેજ અને સર્વે જ્ઞાતિજનોને એમનું ઉત્તમ માંસ આપું છું. વળી પ્રાહુણ આવે તો એમને પણ વિનાસંકોચે આપું છું. અને શેષ રહે એ વેચી નાખું છું. એમ કરવાથી સર્વે માંસાહારીઓ અત્યંત હર્ષ પામે છે. ત્યારે કહો, હું ધર્મિષ્ટ કેમ નહી”? આમ વેતદેવપ્રાસાદમાં પ્રવેશ કરીને સંખ્યાબદ્ધ પ્રજાજનોએ પોતપોતાની ધર્મિષ્ટ જીવોમાં ગણત્રી કરાવી. અથવાતો અસત્ય પંથના અનુયાયીઓ પણ પોતાને ક્યારે નિર્ગુણ સમજે છે ? - પણ અપવાદ તરીકે બે શ્રાવકો એવા નીકળ્યા કે જેમણે કૃષ્ણવણું પ્રાસાદમાં પ્રવેશ કર્યો અને તક્ષણ મહાન આશ્ચર્ય લકેના અન્તઃકરણમાં પ્રવેશ કર્યો. બેઉ જણ પ્રવેશ કરીને સામે દ્વારે નીસરતા હતા ત્યાં દેવતાઓથી પણ અધિક તેજસ્વી એવા શ્રેણિકભૂપતિના સેવકોએ એમને પૂછયું “અરે ભાઈઓ, તમે વળી શું દુષ્કૃત્ય કર્યું છે કે આ કૃષ્ણમન્દિરને વિષે પ્રવેશ કર્યો? પોતપોતાના મનથી પોતપોતાને ધર્મિષ્ઠ કહેવરાવીને અન્ય સર્વ કે તે Aવેતમંદિરમાં ગયા હતા.” - એ સાંભળીને એ બેઉ શ્રાવકો વિષાદપૂર્વક કહેવા લાગ્યાઅમને ખેદ થાય છે કે અમે મહા પાતકી છીએ. કેમકે અમે ગુરૂ સમક્ષ મદ્યપાનવિરમણવ્રત અંગીકાર કરીને પુન: ખંડિત કર્યું છે. માટે હે રાજપુરૂષો, અમે પરમ નિકૃષ્ટ, પાપાત્મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust