Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર રાજર્ષિઓમાં કયા રાજા ચરમ રાજર્ષિ થશે? પ્રભુએ ઉત્તર આ —હે અભયકુમાર, અન્તિમ રાજર્ષિ સપૂર્વોક્ત બિન્દુસારની જેમ ઉદાયન નૃપર્તિ થશે. વળી “એ ઉદાયન કેણ” એવા અભયકુમારના પ્રશ્નના ઉત્તરમાં જિન ભગવાને મન્થન કરાતા મહાસાગરના ધ્વનિ સમાન ગંભીર ધ્વનિથી કહ્યું - A આ ભરતક્ષેત્રમાં જ રત્નાકર સાગરના તટપર સવે રમણીયતાનું સ્થાન એ સિધુવીર દેશ આવેલ છે. ત્યાં એક જ વાર વાવણું કર્યા છતાં પૃથ્વી વારંવાર પાક આપે છે–એવી એ બહબહુ રસાળ છે. ત્યાં વળી કદિ દુષ્કાળ તો દષ્ટિએ જ પડતો નથી, પોતાના વૈરિ જળપૂર્ણ મહાસાગરનું નામ સાંભળીને જ હાયની એમ. વસતિવાળા ગામમાં કોઈ પણ પ્રજાજનને ઘેર આવી ચઢેલે અજાણ્યા પન્થીજન પણ ભેજન પામ્યા વિના જતો નથી. એ દેશની કેટલી પ્રશંસા કરવી? ત્યાંના વસનારા સર્વે અત્યન્ત ત્રાજુપ્રકૃતિવાળા છે. ત્યાં તસ્કર કે શત્રુરાજાના સૈન્યને લેશ માત્ર ભય ન હોવાને લીધે જેનું નામ તેવા જ ગુણવાળું “વીતભય” નામનું નગર છે. એ નગરમાં કંપ તો પ્રાસાદના શિખર પર આવેલી ધ્વજાઓમાં જ છે, પારૂધ્ય પત્થરમાંજ છે. વળી તીણતા ખડ્ઝમાં જ, ખળ તલના વિકારમાં જ, બંધન કાવ્યમાં જ, વિયેગ સ્વપ્નમાં જ, ચિન્તા ધર્મોપાર્જનમાં જ, વર્ણસંકરતા વિચિત્ર ચિત્રક્રિયામાં જ અને મદ હસ્તીઓમાં જ છે. લેકમાં એમાંનું કંઈ નથી. કંઈ પણ દોષ જેવું પ્રજામાં ગણે તો ફક્ત એ જ કે સર્વજન પરદુ:ખે દુ:ખી છે. * એ નગરમાં કમળ જેવાં સુંદર વિસ્તીર્ણ લેનવાળે, છતાં લેચનની લેશ પણ ઈર્ષ્યા વિનાનો, અન્ય મુક્તમુનિ જ હાયની એ ઉદાયન રાજા રાજ્ય કરે છે. કુક્ષત્રિએ ત્યજી દીધેલી વીરવૃત્તિ ચોમેરથી આવીને એને જ હર્ષસહિત આલિંગન દઈને રહી છે; એકજ પતિની સ્ત્રી (સતી સ્ત્રી) પોતાના પતિને આલેષીને રહે છે એમ. એ ઉદાર નરપતિના કમળપુષ્પસમાન મૃદુ એવા બેઉ પ્રકારના 1 ખળ– 1) તલને ખોળ, (2) ખળપુરૂષ. 2. (1) મૃદુ–કામળ કર-હસ્ત; (2) મૃદુ હળવો કર-વેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust