Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી ઉદાયનના દૂતનું ચડપ્રદ્યોતની સભામાં ગમન. (67) છું. એણે જ મને આપની પાસે મોકલ્યું છે. અને એમની જ આ જ્ઞાનુસાર મારે આપને કંઈક કહેવું છે. મારી દાસી પ્રત્યે તમને પ્રેમ હતો અને તેને તમારા ઉપર પ્રેમ હતો તે ભલે તે તમારી જ છે. મારો સ્વામી કેાઈની ચોગ્ય ઈચ્છાને પ્રતીકાર કરતે નથી. પરન્તુ હે વિવેકજ્ઞ, તમે દેવાધિદેવની પ્રતિમા લઈ ગયા છે એ અમને પાછી સેપે. કેમકે એ પ્રતિમા મારા રાજા જેવા પરમ જિનભક્તને ત્યાંજ શોભે. (રહે એ એગ્ય છે.) વળી હે અવન્તીપતિ, મારા પ્રભુના અન્ય પણ અનેક રને અહિ વિરાજી રહ્યાં છે. (એમને વિષે કંઈ કહેવાનું નથી)–પણ આ પ્રતિમા તે મૂળથી જ એમની છે માટે એને વિષે કહેવાનું છે. માટે એ અમારી અનુપમ પ્રતિમા અમને સેપી ઘો. એમાંજ તમારું કલ્યાણ છે. કેમકે મારે સ્વામી શત્રુને પહેલો અપરાધ શિશુના અપરાધની જેમ સહન કરી લે છે. પણ જો તમે આ કથન નહિં માને તો એનું પરિણામ તમને કષ્ટદાયક થશે. કેમકે કદાપિ ક્યાંય પણ કેસરિ-સિંહને છંછેડા સાર નથી. ઉદાયનનૃપતિના દૂતનાં તીવ્ર વચનથી જેને અંગેઅંગ અ-' ત્યન્ત ક્રોધ વ્યાપી ગયો હતો એવો પ્રદ્યોતનભૂપતિ કહેવા લાગ્યા –હે દૂત, તું નિશ્ચયે ધાનપાલની સભામાં ઉછરી મોટો થયો છે. નહિં તે આવા અસંબદ્ધ વાકયે તારા મુખમાંથી નીકળે નહીં. તારી પાસે જે આવાં વચને બેલાવરાવે છે તે તારે સવામી વળી તારાં કરતાંયે ચઢી જાય એ હશે. તમારી આપેલી ચેટિકા મારા ઘરમાં રહેશે એમ તમે ધારો છે શું ? અરે! લક્ષ્મી કદિ કેઈની આજ્ઞાનુસાર (કેાઈના) ઘરમાં રહી છે ખરી? શું હું લઈને એ મારી પાસે પ્રતિમા પાછી માગવા નીકળ્યો છે? હાથીના મુખમાં ગ્રાસ પેઠે એ કણ બહાર કઢાવવા સમર્થ છે ? “આ પ્રતિમાં એની છે અને આ રત્નો આનાં છે” એવું એવું જે તમે કહે છે એ પણ અસત્ય છે કેમકે એ સર્વ એક ખડ્ઝ ને વશવત છે. વળી આ પ્રતિમા તે હું મારા ભુજદંડના બળથી અહિં લાવ્યો છું તે અવર-માંડળિક–રાજાની પેઠે હું કેમ પાછી છું ? P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust