Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (72) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવને ચરિત્ર, ઉંટો વારંવાર નીચી ઉંચી ડોક કરતા હતા તે જાણે આકાશને વિષે ઉડવાને ઇચ્છતા હોયની એમ ભાસ થતો હતે. ધન અને ધાન્યથી ભરેલાં અનેક વાહને પાછળ વહ્યાં આવતાં હતાં તે જાણે પૃથ્વીમાંથી પ્રકટ થઈને નિધાને રાજાની સાથે ચાલ્યાં આવતાં હોયની ! ઉદાયન મહારાજાની પાછળ જ જાણે એના. જેવા એક દાનેશ્વરી શુરવીર પૃથ્વી પતિને સહાય કરવાને માટે દશ દિફ પાળે પૃથ્વી પર ઉતરી આવ્યા હોયની એવા, મહાસેના આદિ દશ મુકુટબંધ રાજાઓ વિરાજી રહ્યા હતા. એ વખતે વળી ભાસ્કર સૂર્યદેવતા પણ રાજાના સૈન્યના ચાલવાથી ઉડેલી રજ વડે ઢંકાઈ ગયે તેથી " અહો, બહુ સારું થયું કે આ ધૂળે મને છુપાવી દીધો, અન્યથા એ રાજા મને જોઈને મારે પણ પરાભવ કરવા આવત” એમ જાણે ખુશી થતા હાયની. પણ અમને તે એમ લાગે છે કે શર એટલે તીરેએ ભરેલાં ભાથાને પિતાના અંગ પર બાંધી લેતા ધનુષ્યધારીઓને જોઇને સૂર્યદેવને શંકા થઈ કે રખેને એઓ મારાં પણ શર બાંધી લેશે એવું ચિત્તવીને એણે પિતાનાં સહસ્ત્રશર એ વખતે ઉડતી ધુળના સમૂહને વિષે ગેપવી દીધાં હશે. આ પ્રમાણે માર્ગને વિષે વિષમ (વસ્તુઓ) ને સમ કરતી, અને સમવસ્તુઓને વિષમ કરતી નદી વહી આવતી હોયની એમ ઉદાયન રાજાની સમસ્ત સેના પરમ ઉત્સાહ પૂર્વક વહી આવતી : હતી એવામાં એ રાગદ્વેષ મુક્ત માનવજાતિ મમત્વમાં આવી જાય છે. એમ નિર્જલ પ્રદેશમાં આવી પડી. તેથી જળના અભાવને. લીધે વૈરિણું હાયની એવી તૃષાથી પીડાતા સમસ્ત સૈનિકે પરા.. ક્રમશાળી છતાં અત્યન્ત દુઃખી થવા લાગ્યા. અને જળ અને જળનું જ ધ્યાન ધરતા કઈ કઈ સ્થળે અપમાત્ર શમી આદિ વૃક્ષની છાયા મળી એ છાયાને આશ્રયે પડયા. તૃષાને લીધે અંધ જેવા બની ગયેલા કેટલાક તે અન્ય . કંઈ ઉપાય ન જોઈને, સન્નિપાતથી પીડાતા હોયની એમ જ્યાં ત્યાં આળોટવા લાગ્યા; અને એ તૃષા શમાવવાને વૃક્ષનાં પત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust