Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ | શ્રી ઉદાયન રાજાનું યુદ્ધ અર્થે ગામન ( 7 ) આવ્યો; વાદને વિષે જેમ એક સામર્થ્યવાન વાદી મદમાં આવે છે એમ સિંદુર આદિ વિવિધ વસ્તુઓથી વિભૂષિત-એવા એ હસ્તીપર નૃપતિ આરૂઢ થયે, તે જાણે શરીરધારી (સાક્ષાત્ ) વિજય ઉપર આરૂઢ થયે હાયની! પછી છત્રધારી સેવકે એના છત્રાકાર મસ્તક ઉપર છત્ર ધર્યું એ પણ ચગ્ય જ થયું કેમકે સમાન ગુણવાળાઓને પરસ્પર સંબંધ શોભેજ છે. એ છત્ર એ વખતે લોકોની દ્રષ્ટિએ જાણે બેવડું હાયની એમ લાગ્યું તે જાણે ઉભય–બેઉ રાજ્યનાં છત્રે એકત્ર થઈ (વિજયી) રાજાની મસ્તક પર રહ્યાં હોયની! વળી વારાંગનાઓ નૃપતિને ચામર ઉરાડતી હતી તે જાણે, “હે મહારાજા, તું મારા પર આક્રમણ કરવા આવીશ નહીં”—એમ કહી એને શાન્ત કરવાનું પ્રતિપક્ષી ચતુર કળાબાજ રાજાએ પ્રથમથી જ પિતાના તરફ કર મોકલાવી દીધે હાયની એમ ભાસ થતું હતું. વળી એની આગળ, પાછળ અને બાજુએ સૈનિકોને પરિવાર સજજ થઈ ઉભો હતે. આવી આવી અનેક સમૃદ્ધિને લીધે તે જાણે સાક્ષાત્ દિવસ્પતિ ઇન્દ્ર પૃથ્વી પર ઉતરી આવ્યે હાયની એ વિરાજી રહ્યો હતે. પછી ઉત્તરોત્તર કલ્યાણકારી અને વિજય પ્રાપ્તિ સૂચક ઉત્તમ શકુને થતાં જોઈ હર્ષિત થઈ ઉદાયન મહારાજા નગરની બહાર નીકળ્યો. અશ્વો ચાલતાં ચાલતાં માર્ગમાં પૃથ્વીને પોતાનાં કઠેર ખરીઓ વડે ખોદી નાખવા લાગ્યા તે જાણે કઠોર ચરણવાળા રાજાઓની પણ આવી જ અવસ્થા થાય છે એમ સૂચવન કરતા હોયની ! રથને સમૂહ પણ ચકોના આઘાત વડે ધરણને ફાડી નાખવા લાગ્યો તે જાણે પૃથ્વીની નીચે રહી એના ભારને ધારણ કરી રહેલ શેષનાગનાં દર્શન કરવાને માટે જ હાયની! પાછળ ચાલનાર હસ્તીઓ વળી અશ્વો તથા રથએ ખોદી નાખેલી પૃથ્વીને પુન: દુરસ્ત કરતા આવતા હતા તે જાણે એમ સૂચવવાને કે ન્હાનાઓએ બગાડેલું પુનઃ મમ્હોટાઓ સુધારી લે છે. જેમના પર માણસે સવાર થયેલા છે એવા, અને વેગમાં ચાલવાને લીધે બેઉ બાજુએ હવામાં ફરફરી રહેલાં સુંદર પક્ષો વાળા દઢ શરીરી Jun Gun Aaradhak Trust