Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રી ઉદાયન રાજનો જય અને સંદેશ તરફ ગમન ( 7 ). ભલે તું વચનભંગ કરીને હસ્તીપર આરૂઢ થયે તથાપિ પ્રતિજ્ઞાને લેપનાર મુનિજનની જેમ તારે પણ મેક્ષ નહિં થાય. વળી તે આમ તારંજ વચન ત્રોડ્યું માટે તું તે પહેલેથી જ હારી ચુક્યો છે હવે તે, ચંડપ્રદ્યોત, તું કંઈક ભદ્રસ્વભાવી થા; અને આવું અસદ્વર્તન ત્યજી દે. " એટલું સંભળાવીને સદ્ય ઉદાયન રાજાએ વૈરિઓની શ્રવણેન્દ્રિયને ફાડી નાખનારે ધનુષ્યને ટંકારવ કર્યો. પછી જાણે શત્રુને ઘેરી લેવાને માટે જ હાયની એમ એણે દક્ષતા વાપરી રથને સતત વર્તુળાકારે ફેરવ્યા કરવાનું સારથિને કહી દીધું. એ સ્થીતિમાં લેક એને ન ભાળી શકયા ભાથામાંથી તીર કાઢતાં, કે ન દેખી શક્યા બાણપર એ તીરેનું અનુસંધાન કરતાં, કે ન જોઈ શકયા આકષીને એ તીર છોડતાં લોકોને તો એકધારે ધબંધ વરસતા ઉત્તરાના મેઘની જેવી તીરની સતત વૃષ્ટિ જોઈને જાણે એમ જ શંકા થઈ કે આ તે શું બાણાવળી અર્જુન પુન: પેદા થયે ! વળી ચંડપ્રદ્યોતના અસ્ત્રોને તો એણે જ્યાં ત્યાં એકદમ અસ્તવ્યસ્ત કરી ફાવવા દીધાં જ નહીં; જેમ કોઈ પ્રવીણ તર્કશાસ્ત્રી પ્રતિવાદિએ બતાવેલા દોનુ મૂળમાંથી જ નિરાસન કરી નાખે છે એમ. એમ કરતાં એણે શત્રુના અનિલ વેગ હસ્તીના ચારે ચરણે પોતાના તીવ્ર બાણાથી વીંધી નાખ્યા અને એમ કરીને એ હસ્તીના માલિકનું મન પણ વધ્યું—એને મનભંગ કર્યો. આમ બાણના શાથી એ ગજરાજ એવો ઘવાયે કે ચરણ વગરના માણસની જેમ એકપણ પગલું ભરી શક્યો નહીં અને ખટકારપૂર્વક ' ધરણીપરપડે; જેમ જીવડાંઓએ થડકેરી ખાધાને લીધે વૃક્ષ પડી જાય છે એમ એટલે ઉદાયને ચંડપ્રદ્યોતને સત્વર હસ્તી પરથી પાડીને જીવતો પકડી લીધે. ખરે જ ચત્ત ધર્મ તતો ગયા પછી રોષમાં જ એના લલાટમાં “દાસી પતિ એવા વિવર્ણ અક્ષરાની મુદ્રા દેવરાવી. એનું સકળ સૈન્ય જોઈ રહ્યું. એક દેરે પણ એણે તે નહીં. કેમકે નિર્ણાયક સેના હતભાગ્ય જ હોય. આવી રીતે ચંડપ્રદ્યોતને સ્વાધીન કરી પછી, જે સ્થળે પ્રતિમાં હતી ત્યાં વિતભયનો વિજ્યી રાજા પહોંચીને એને નમસ્કાર કરી પૂજન-અર્ચન કરી Jun Gun Aaradhak Trust