Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ આ કામલંપટ કુમારનન્દી. 37 કરને લીધે એની સર્વ પ્રજા સુખી છે. એનું ચિત્ત વિષયાસકત છતાં એ વિષયલંપટ નથી. પરદારાથી નિવૃત્ત છતાં પણ પરદારાસકત છે. જેને એકલે ન્યાય જ પ્રિય છે એવા આ રાજાના દેશમાંથી અપમાનિત થઈને અન્યાય તે મુખ બતાવવા ઉભે રહ્યા વિના જ જાણે દેશાન્તરમાં જતો રહ્યો છે. વીતભય પ્રમુખ ત્રણસોને ત્રેસઠ નગરને, સિન્ધસવીર આદિ સેળ દેશને અને મહાસેન વગેરે દશ મુકુટધારી સામન્તને અધિપતિ છતાં એ અન્ય રાજાઓ પર પણ વિજય મેળવ્યા કરે છે.' - આ ઉદાયન રાજાને દીપકની શિખાની જેવી પ્રભાવાળી, સ્નેહમયી, બુદ્ધિમતી પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. ઉત્કૃષ્ટ શીલ એજ એનાં અલંકાર હતા, અને શીલને પણ એ અલંકારભૂત હતી; જેમ હેમમુદ્રાને મણિ અલંકારભૂત છે અને મણિને પુન: હેમમુદ્રા છે એમ. જાણે પોતાના સહોદર શીલ પ્રત્યે અત્યન્ત વલ્લભતા ધરાવતી હાઈ એને પોતાના અંકને વિષે બેસાડવા માટે (રાણુ પાસે) આવી હાયની એવી એ (રાણી) ની લજજાળુતા પણ બહુ વિરાજી રહી હતી. ક્ષીર, ડિડીરપ અને ચંદ્રમાના કિરણોથી પણ અધિક નિર્મળ કુળમાં જન્મેલી ચેટક રાજા જેવાની પુત્રીને માટે વિશેષ શું કહેવું ? બસ એટલું જ કે એ ધુરંધર શ્રાવિકા હતી, એનું સમ્યક્દર્શન ઝળહળી રહ્યું હતું અને એણે ઉત્તમ કાર્યો કરી કરીને તીર્થને ઉદ્યોત કર્યો હતો. આ આ પ્રભાવતી રાણીથી રાજાને અભીચિ ( અભિજિત્ ) નામનો પુત્ર થયે હતો. તે અત્યન્ત શૂરવીર હતા, તે જાણે અભિજિત્ નક્ષત્રને વિષે એનો જન્મ થયો હતો માટે જ હોયની ! યુવરાજપદે આ અભીચિ જ હતો. વળી રાજાને કેશિ નામને એક ભાણેજ હતો. હવે ચંપાનામની નગરીમાં કુમારનદી નામનો એક સુવર્ણ કાર રહેતો હતો. કુબેરની જેમ એ અસંખ્ય દ્રવ્યનો સ્વામી હતો. પ્રકૃતિથી એ પારાવતની જે અતિ કામલંપટ હતો. પરંતુ આવા 3. વિષય 1) રાજ્ય, દેશ; (2) કામભોગ. 4. પરદારાસત શત્રુને રંજાડવામાં આસક્ત. 5 સમુદ્રના ફીણ 1 પારેવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust