Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 46 . ! અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર પામીને જ. નિવિદ્યપણે ઈષ્ટવસ્તુઓને આપનાર કેઈ હોય તો એ કેવળ જૈનધર્મ જ છે. હદઉપરાંત વ્યાજ લેનારા હોય એ પણ જે આપ્ત એટલે વિશ્વાસપાત્ર અને પ્રતિષ્ટાવાળા હોય તેજ સુખકારક થાય. માટે હે મિત્ર, અજ્ઞાન જનજ પસંદ કરે એવા આ મૃત્યુથી પાછા વળ. કારણ કે એ વિષની પેઠે પરિણામે અત્યન્ત ભયંકર છે. હમણાં તે ધર્મ, અર્થ અને કામ–એ ત્રણ પુરૂષાર્થ સાધવામાં તત્પર રહે. પછી જ પંડિતને એગ્ય એવું મૃત્યુ તારું થશે અને તે એ સ્વીકારી લેજે. એવું મૃત્યુ ઉત્તમ મૃત્યુ કહેવાય અને એજ પુનઃ પુનઃ જન્મમરણને મૂળમાંથીજ છેદે છે. કેમકે મર્મને જાણનારે ગત્રિય જ ગોત્રિયનો નાશ કરી શકે છે. આ પ્રમાણે મહાત્મા નાગિલે બહુ બહુ રીતે નિવાર્યો છતાં સ્વર્ણકાર તો નિદાનપૂર્વક અગ્નિમાં પ્રવેશ કરી મરણધીન થયે. એના જેવું બીજું કરે એ શું? એ સુવર્ણની જ પરીક્ષા કરી જાણતો હતા. કામદેવરૂપવૈરિના પાશમાં ગ્રહાયે હોવાથી એ ધર્મનો મર્મ લેશ પણ જાણી શક્યું નહીં. પણ આવું મૃત્યુ અંગીકાર કરીને એણે પંચશૈલનું સ્વામિત્વ મેળવ્યું એ જાણે એને તો કલ્યાણકારી થયું. કોઈને માગ્યા છતાં યે નથી મળતું એમાં તો પૂરી ન્યૂનતા. નાગિલશ્રાવકને તો આવું અજ્ઞાનતાભરેલું મૃત્યુ જોઈને અત્યંત નિર્વેદ થયે. અથવા તે આવા જીને પદે પદે વૈરાગ્ય થાય છે. એણે તત્ક્ષણ ગૃહવાસ ત્યજીને ત્યાગી દીક્ષા ગ્રહણ કરી, અને પોતે પરીષહાને લીલામાત્રે કરીને સહન કરવા તૈયાર થઈ ગયે. સાધારણ માણસે ન પાળી શકે એવું ચારિત્ર નિરતિચારપણે પાળીને ચઢતે પરિણામે મૃત્યુ પામી એ અશ્રુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી એણે અવધિજ્ઞાનનો ઉપયોગ દઈને જોયું તો પોતાનો મિત્ર, જે પણ દેવપણે ઉત્પન્ન થયો હતો એ, હાસાપ્રહાસા સાથે ભોગવિલાસ જોગવી રહ્યો હતે. હવે, જાણે ભવસમુદ્રમાં અથડાતા જીવોને માટે વિશ્રામસ્થળરૂપ હોયની એ, જંબુદ્વીપથી આઠમો નંદીશ્વર નામનો વલયા કાર દ્વીપ છે. એ દ્વીપના બરાબર મધ્યભાગમાં, ચારે દિશાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust