Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (54) શ્રી દેવાધિદ્રવની મૂર્તિની પ્રગટતા. યુકત પૃથ્વીને નેતા હેય એજ ચક્રવતી' કહેવાય છે, અન્ય નહીં આ સંપુટ-પેટીમાં દેવાધિદેવ જિનભગવાનની જ મૂર્તિ હોવી જોઈએ અને એમ હોવાને લીધેજ, બ્રહ્મા વગેરેનાં નામ લઈ સંભારી દર્શન માગનારાઓને, એ પ્રતિમાએ દર્શન નહીં દીધાં હોય. જુઓ, આપણે મનુષ્ય પણ, કેઈ આપણને અન્ય નામે બોલાવે છે ત્યારે કયાં ઉત્તર આપીએ છીએ ! માટે સ્વામિનાથ અને નાગરિકે ધ્યાન રાખો કે હું જિનદેવને સંભારીને “દશન આપો” એમ કહું છું અને બતાવી આપું છું કે એ પેટીમાં જિનની પ્રતિમા છે. પ્રભાવતીના એવા કથનથી લેકે એકતાને જોઈ રહ્યા. એણે તે, જાણે પેટીને કઈ ગુપ્ત સાંધે હોય એ શોધી કાઢવાને માટે જ હેયની એમ પ્રથમ એના પર યક્ષકઈમનું સિંચન કર્યું, પછી અંજલિ ભરી પુષ્પ ચઢાવી નમન કરી, અંજલિ જોડી રાખી, કુદષ્ટિ–અજ્ઞાનીઓને મદ ભંજન કરતી બધી–હે વીતરાગ પ્રભુ હે સર્વજ્ઞ દેવાધિદેવ, મને દર્શન ઘો. પ્રભાવતીએ આટલે શબ્દોચ્ચાર કર્યો ત્યાં તે કુંચી વડે તાળું ઉઘડી જાય એમ, સંપુટ ઉઘડી ગયું અને એમાંથી, જેમ છાપ ઉઘાડતાંજ મોતી નીકળે છે એમ, ગોશીષચંદનની પ્રતિમા નીકળી કે જેના ઉપર ચઢાવેલાં પુપપુષ્પમાળા આદિ તાજા બીલકુલ અણકરમાયેલાં હતાં. લેકે તેએ અમેદપૂર્ણ અને વડે એ જોઈ રહા. “અહા આ અહંન જ જગત્રયને વિષે દેવાધિદેવ છે કે જેનું નામ માત્ર લઇને સ્મરણ કર્યાથી પ્રતિમાઓ દર્શન દીધાં એમ કહી જયજયના શબ્દોથી દિશાઓને ગજાવી મૂકી. રાણું પ્રભાવતીએ પણ ભક્તિપૂર્વક પ્રતિમાને વન્દન કરીને, સાક્ષાત્ સરસ્વતી જ હાયની એમ સ્તુતિ કરવા માંડી –હે આધિઉપાધિ વિમુક્ત સંયમૂર્તિ પ્રભુ ! હે અજ્ઞાનતિમિર ભાસ્કર, દયાસિધુ, જગબધુ ભગવાન, તમે આ જગત્રયને વિષે જયના વ. હે જિનનાયક, નાના પ્રકારના શસ્ત્રો, અક્ષમાળા અને કંચનકામિનીનો સર્વથા ત્યાગ કરીને આપે બાપને વિષે ઈર્ષા, મેહ, અને રાગને સર્વચા અભાવ છે એમ સિદ્ધ કરી આપ્યું છે આપની