Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભય કુમાર મધરનુ વન ચરિત્ર. ( 15 ) શાન્ત. દાન્ત અને નિરંજન મૂર્તિ જ કહી આપે છે કે આપને વિષે નિ:સંશય દેવાધિદેવત્વ છે જ. ( આ પ્રમાણે ત્રણ જગના નાથની પ્રતિમાની સ્તુતિ કરી પછી રાણીએ પેલા નાવિકના અધ્યક્ષનું પણ પોતાના ન્હાના બધુની જેમ સારું સન્માન કર્યું. ચેટક રાજાની પુત્રીને વિષે એ વાત્સલ્યભાવ હોય એમાં આશ્ચર્ય પણ શું ? ત્યારપછી એણે એ પ્રતિમાને વિજાપતાકાથી વ્યાસ એવા નગરના મુખ્ય મુખ્ય માર્ગોએ થઈને લઈ જઈ અન્ત:પુરને વિષે પધરાવી. એ વખતે સ્થળે સ્થળે વારાંગનાઓ કુદડી ફરતી રાસ રમતી નૃત્ય કરી રહી હતી, ગાવે લેક ગાયન કરી રહ્યા હતા, અને સર્વ આચા, બન્દિજનો પ્રમુખ જયજય મંગળ કરી રહ્યા હતા. આમ પ્રભાવના કરવાનું કારણ એ કે પ્રભાવના પણ દર્શનનું એક અંગ છે. પછી ત્યાં એણે એક શુદ્ધ દેવસ્થાન બનાવરાવી પોતાના અન્ત:કરણને વિષે જ સ્થાપતી હોયની એમ, એ પ્રતિમાને સ્થાપી (પ્રતિષ્ઠા કરી) અને નિરન્તર સ્નાન કરી ઉજવળ વસ્ત્ર પહેરી એની ત્રિસંધ્ય પૂજા કરવા લાગી, એ વખતે રાજા ઉદાયન વીણા વગાડતે અને ' રાણું પિતે પ્રતિમાની સમક્ષ ઈન્દ્રાણુની પેઠે કરૂણરસ ભર્યું નૃત્ય કરતી. આ પ્રમાણે નિત્ય સંગીતક કરવામાં તત્પર રહેતી, પાપમળ દૂર કરતી અને માનવજન્મને સફળ કરતી પ્રભાવતી સમય. નિર્ગમન કરતી હતી. . . * એવામાં એક અદ્દભૂત ઘટના બની. એકદા રાજા ઉદાયન રાગ-સ્વર-મૂછનાને વ્યક્ત કરતો વીણું વગાડતો હતો અને રાણ ગાઢ હર્ષભર અભિનયપૂર્વક નૃત્ય કરતી હતી તે વખતે રાજાએ જોયું કે કેતુની જેમ રાણીને મસ્તક જ ન મળે. આવું અશુભ-અરિષ્ટ જોઈ ભાવી દુઃખની શંકા થવાથી, રાજાના હાથમાંથી, જીર્ણ ભીંતમાંથી પત્થર પડી જાય એમ, વીણને ગજ પડી ગયા. તતક્ષણ સંગીતક બંધ પડવાથી હર્ષોલ્લાસ છિન્નભિન્ન થઈ જવાને લીધે પ્રભાવતી, પતિપર પૂર્ણ ભક્તિવાળી હતી છતાં, ક્રોધાયમાન થઈ; અને કહેવા લાગી–હે નાથ, શું નૃત્યના તાલમાં P. Ac. Gunratnasuri M.