Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ (58) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. - હવે પ્રભાતીને જીવ દેવતા થયો હતો એણે પોતે વચન આવ્યું હતું એને અનુસરીને રાજાને પ્રતિબોધ આપે પરન્ત એ પ્રતિબંધ લાગ્યો નહિ કેમકે હેતુની હયાતિ છતાં પણ કવચિત્ ફળાત્પત્તિ થતી નથી. એમ પણ બને છે. એટલે એણે અવધિજ્ઞાનથી ‘હું, એ આ રીતે જાગ્રત થશે–પ્રતિબોધી શકાશે " એમ તક્ષણ કેઈ યુક્તિ વિચારી, નાટકને વિષે નટ લે છે એમ તાપસનો વેષ લીધે. અને જાણે નરપતિને આજે કંઈ ફળ થશે એવું સુચવતે હાયની એમ હસ્તને વિષે દીવ્ય અમૃત ફળે લઈને રાજા પાસે આવ્યું. આવીને એણે એ ફળની એની પાસે ભેટ કરી છે કે દેવતાઓ ફળ આપે એમાં કંઈ વિરમય કારી તે નથી જ, પતે તાપસને ભક્ત હતો એટલે એણે પણ તાપસે આપેલ વસ્તુનું બહુ માન કર્યું. અથવા તે લેકરૂઢિજ એવી છે કે ગુરૂ કંઈ પ્રસાદ આપે એનું સૈ કેઈએ બહુમાન કરવું એવાં સુપકવ, સુગન્ધી, અને સ્વાદિષ્ટ ફળનાં પ્રાશનથી રાજાની ઇન્દ્રિયોને અત્યન્ત હેક થયે અને " આવાં ફળે મેં ક્યાંય જોયાં કે સાંભળ્યા પણ નથી. તે પૃથ્વી પરના મનુષ્યોને દુર્લભ એવા કલ્પ વૃક્ષના ફળ સમાન આ ફળ કયાં મળે છે ? એમ તાપસને પૂછયું. એટલે તાપસ રૂપ ધારી દેવતાએ ઉત્તર આપ-નરેદ્ર, તારા નગરની નિકટમાં આવેલા આશ્રમમાં જ આ ફળે થાય છે, અથવા તે પૃથ્વીને વિષે નિધાને જ્યાં ત્યાં પ્રત્યેક સ્થાને ભરેલાં જ છે. બહુ ઉત્કૃષ્ટ હોવાથી એ મેં તને ભેટ ધર્યો છે. કારણ કે તું પણ એક લોકપાળ છે અને સર્વ આશ્રમને વળી ગુરૂ છે. એ ફળ નિકટના જ આશ્રમમાં થાય છે એ સાંભળી રાજાનું ચિત્ત એ આશ્રમે જવાને બહુ ઉત્કંઠિત થયું. એટલે તાપસ દેવે પણ એને સદ્ય નગર બહાર એકાકી લઈ જઈ એક ઐન્દ્ર જાલિક–જાદુગરની જેમ, અનેક તાપસેથી ભરેલ આશ્રમ નજરે દેખાડ, ત્યાં મને હર ફળેથી લચી ગયેલાં વૃક્ષે જે “અહે આજે તે યથેચ્છ–તૃપ્તિ પર્યન્ત ફળાહાર થશે " એમ કહી વૃક્ષપરથી ફળ લેવા દોડ. કારણ કે PVAc Gunratnasuri