Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 44 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. એને ઉડવું પડશે માટે એની અગાઉથી અજમાયશ કરવાને જ હાયની ! આગળ દીર્ધ ચંચુયુક્ત મુખ અને પાછળ અતિ વિસ્તૃત પુચ્છ, વળી બેઉ બાજુ પહોળી પ્રસારેલી પાંખે-એવા પક્ષીને ચરણે વળગી આ આકાશમાર્ગે જતે કુમારનન્દી–આ દશ્ય, નાળવું નીચે હોય એવાં ચાર પત્રોવાળાં આકાશકમળના દૃશ્ય સમાન મનહર લાગતું હતું. (અલ્પ સમયમાં) વિશુદ્ધ પક્ષદ્વયવાળા, સુમન-3 માર્ગગામી સજજનની જેમ એ પક્ષીએ એ વિહળ સુવર્ણકારને એને ઈષ્ટ સ્થાને પહોંચાડ્યો. ત્યાં પહોંચતાં જ કામિજનરૂપી હસ્તીની પાશ જેવી, અત્યન્ત સોન્દર્યયુક્ત હાસાપ્રહાસા યક્ષિણઓ એ મદનાતુર કુમારનન્દીની દષ્ટિએ પડી. * એમને નિહાળીને મ્હારાં ધન્યભાગ્ય કે આવી દેવીઓ સંગાથે હું આજે કીડાસુખ અનુભવીશ” એવું ચિન્તવન કરતા એ સ્વર્ણકારને વિના વિલમ્બ દેવીઓએ કહ્યું–દેવતાની આકૃતિઓ કોતરેલી હાય એવાં આભૂષણે મૃત્યુલેકના માનવીને યંગ્ય ન હોય એમ અમારા જેવી દેવીઓ તારા જેવા મનુષ્ય શરીરીના ઉપગને પાત્ર નથી. એ સાંભળીને પેલે તો વિલક્ષ થઈ ચિન્તવવા લાગ્યોહા ! મારી પાંચસે સ્ત્રીઓએ ગઈ અને આ દેવીઓ એ જાય છે! કૅશ ને કુહાડી બેઉ ગયાં! મેં આમના રૂપથી મોહિત થઈને મારી સર્વ સ્ત્રીઓને ત્યજી દીધી એ મેં ઉચે આકાશમાં રહેલા મેઘને જોઈને, મારી પાસે રહેલા જળપૂર્ણ ઘટને ભાંગી ક્રેડી નાખ્યા જેવું કર્યું છે !" આમ ચિન્તવી રહેલા કુમારનંદીને પુન: યક્ષિણીએ કહ્યું–જે તું અગ્નિપ્રવેશ કે અન્ય કંઈ એવું કરીને દેવરૂપ પ્રાપ્ત કરે તો અમારે પતિ થઈ શકે, અને એમ થાય તો અમે તને નિત્ય માનવજનને દુષ્માપ્ય એવાં દીવ્ય સુખને લહાવો લેવરાવીએ.” એ સાંભળીને એણે કહ્યું–હું એકાકી ક્યાં જાઉં અને શું કરું?” એટલે યક્ષિણીઓએ એને હંસની જેમ હસ્તપર બેસાડીને ક્ષણવારમાં ચંપાનગરીના ઉદ્યાનમાં લઈ જઈ મૂક્યો. આમ જે સ્થળેથી - 1 શુદ્ધ, ઉજ્વળ. 2 માતાનું અને પિતાનું એમ બે-પક્ષ; બે પાંખ 3 શુદ્ધ અંતઃકરણના માર્ગ; દેવતાને મા–આકાશમાર્ગ. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.