Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 39 પચશૈલ ની હાસા પ્રહાસા દેવીઓ. કેમકે નાથ વિનાની સ્ત્રીઓને લેક તરફથી પરાભવ પામવાનો સંભવ રહે છે. આમ પતિ મેળવવાની આકાંક્ષામાં આકાશમાં ફરતાં ફરતાં એમની દષ્ટિ ચંપાનગરીમાં પેલા પાંચસે સ્ત્રીઓ સંગાથે કીડા કરી રહેલા કુમારનંદી પર પડી. એટલે “કામીપુરૂષોને કામ (દેવ) રૂપી પ્રલોભનથીજ લુબ્ધ કરી શકાય” એમ વિચારી એ સ્ત્રીલંપટ સોનારને પોતાના ગ્રાહમાં લેવાનો નિશ્ચય કરી આકાશમાંથી સત્વર એની પાસે ઉતરી ઉભી રહી. અહો ! સ્વાર્થ પ્રાણું પાસે શું નથી કરાવતો? આકાશમાંથી નીચે ભૂમિપર, અને ભૂમિ પરથી ઉચે આકાશમાં સ્વાર્થ પ્રાણુને લઈ જાય લાવે છે. સ્વર્ણકાર તો દીવ્યકાન્તિવાળી એ ઉભયદેવીઓને જોઈ કામાધીન થઈ “અહા ! આ તે શું કામદેવ દગ્ધ થવાથી પતિવિહીન થયેલી રતિ અને પ્રીતિ ચેદિશ બ્રમણ કરતી અહિં આવીને ઉભી છે. અથવા ત્રાષિના શાપથી ભ્રષ્ટ થઈ ભૂમિપર આવી પડેલી રંભા અને તિલોત્તમા ( અસરા) છે?” આમ સંકલ્પવિકલપ કરતો હર્ષપૂર્ણ ચિત્તે એમને પૂછવા લાગ્યપુણ્યરૂપી લાવણ્યની સરિતા જેવી, અને લલિત લલનાઓના શિરેમણિ જેવી તમે કોણ છે ? દેવીઓએ ઉત્તર આપે—હે મત્યેકના માનવી, અમે હાસા અને પ્રહાસા નામની દેવીએ છીએ. એમના, મધુપાનથી ઉન્મત્ત થયેલી કોકિલાના જેવા સુંદર મનહર મધુર સ્વરથી મુગ્ધ બની જઈ એમના સન્મુખ જેઈજ રહી સુવર્ણકાર તો તક્ષણ મૂછ પામ્યા. શત્રુનું કામ કરતો કામદેવ કામિજનને બીજું આપે કે શું? પછી મૂછ વળી એટલે એણે એમની સંગાથે ક્રીડા કરવાની ઈચ્છાથી પ્રાર્થના કરી કે કામ જવરથી તપી રહેલા એવા મને તમે તમારા સંગમરૂપ જળવડે શીતળતા પમાડે. દેવીઓએ ઉત્તર આપો—જે તારે અમારું પ્રોજન હોય તે અમારી સાથે પંચશેલ દ્વીપે ચાલ. એમ કહીને બેઉ જણીઓ જાણે ધનુષ્યપરથી બાણ છુટયું હોય અથવા પાશ માંથી પક્ષી છુટયું હોય એમ સત્વર આકાશમાં ઉડી ગઈ. ' ' પૂર્ણપણે કામદેવના પાશમાં આવી ગયેલો કુમારનંદી તો એ જઈ કંઈક વિચાર કરી સદ્ય સુવર્ણની ભેટ લઈ નૃપતિ પાસે જઈ કહેવા લાગ્યું–હે રાજન, મારે પંચશૈલ દ્વીપે જવું છે. રાજાએ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.