Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આવવું નહીં. તમારે જોઈએ છીએ એ હું મેકલાવ્યા કરીશ. પછી એ શ્રાવકે પણ એ વાત રાજાને જઈને કહી. અને એણેયે સન્તુષ્ટ થઈ એને બહુ દ્રવ્ય આપ્યું. પછી વ્યતર પણ પ્રત્યેક દિને રાજાને ઓશીકે બીજપૂર ફળ મૂકી જવા લાગ્યા; કેમકે દેવતાઓ પ્રતિજ્ઞા પાળનારા છે. આમ નમસ્કારમંત્રના પ્રભાવથી એ શ્રાવકે લક્ષ્મી અને આરોગ્ય ઉભય પ્રાપ્ત કર્યા. જીવિતસમું બીજુ આરોગ્ય કયું? એ પ્રમાણે “નમસ્કાર” નું ઈહલેકસંબંધી ફળ સમજાવીને પુન: શ્રીવીરે એનું પરલોકસંબંધી ફળ જણાવવા માટે કહ્યું કે - વસન્તપુર નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં એક જૈનધર્મ પાળનારી લીલાવતી નામે વેશ્યા રહેતી હતી. એ નિત્ય ચંડપિંગલ નામના એક ચોરની સાથે વિલાસસુખ ભેગવતી. એકદા એ ચેરે રાજાના જ મહેલમાં ખાત્ર દઈને એક અમૂલ્ય હાર ઉપાડ કેમકે ચેરલોકેનું સાહસ કંઈ જેવું તેવું હોતું નથી. હાર લાવીને એણે વેશ્યાને આવે અને વેશ્યાએ પણ એ ગોપવીને પોતાની પાસે રાખ્યો. એક સમયે નગરજનોએ મળીને મોટો ઉદ્યાનિકામોત્સવ (ઉજાણું) આરંભે. વેશ્યાઓ, દાસીઓ વગેરે પણ શ્રેષ્ઠ આભૂષણો ધારણ કરીને બગીચામાં ગઈ. આ લીલાવતીએ પણ પોતે સૌથી શ્રેષ્ઠ ગણાવા માટે પેલે હાર પહેરી લીધે. તેજાતેજન અંબાર એવો એ હાર ભાળીને અન્ય વેશ્યાઓને અત્યન્ત આશ્ચર્ય થયું. પરંતુ એવામાં, રાજાની જે રાણીને એ હાર હતો એની દાસીની એ તરફ દષ્ટિ ગઈ, અને એણે એ ઓળખે. કારણકે ચોરી ગમે એટલી ગુપ્ત રાખ્યા છતાં ચોથે દિવસે પ્રકટ થયા વિના રહેતી નથી. રાજાને પોતાને આ વાતની ખબર પડી એટલે એણે પૂછ્યું કે એ વેશ્યા કોની સાથે રહે છે? એના પ્રત્યુત્તરમાં એને જણાવવામાં આવ્યું કે એ વેશ્યા ચંડપિંગળની સાથે રહે છે. એ સાંભળીને રાજાએ સત્વર એને શલિપર સૂઢાવ્યો. - હવે વેશ્યા તો શ્રાવિકા હતી એટલે એણે “મારા વલ્લભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust