Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. - અભયકુમારે પણ પછી પોતાનું કથન સત્યતાવાળું છે એવું સિદ્ધ કરવાને એક વિચિત્ર યુકિત રચી: એક શંખના વર્ણસમાન ઉજજવળ અને બીજું મેઘના વર્ણ જેવું કૃષ્ણ–એમ બે દેવાલય બન્યાવ્યાં; તે જાણે સજજનની કીર્તિ અને દુર્જનની અપકીર્તિનાં સ્મરણસ્તંભો ચિરકાળે પ્રકટ થયાં હાયની ! પછી નિત્ય એકજ મા ઉભા રહીને એણે દાંડી પીટાવીને ઉઘેષણ કરાવી કે નગરમાં જે જે ધર્મિષ્ટ માણસે હોય એમણે સર્વેએ હસ્તને વિષે બળિ લઈને સત્વર વિનાશકાઓ, હંસપક્ષીઓ માનસ સરોવરે જાય છે તેમ Aવેત દેવાલયમાં જવું; અને જેઓ પાપિષ્ટ હોય એમણે, શૂકર એટલે ભુંડ પંકપૂર્ણ ખાબોચીઆએ જાય છે એમ કૃષ્ણવર્ણા દેવાલયમાં જવું. ( 5 6 અભયકુમારની એ પ્રકારની આજ્ઞા સાંભળીને તરતજ પુષ્કળ માણસો વેત દેવાલય તરફ આવવા લાગ્યા; બજાર ખુલે ત્યારે સંખ્યાબદ્ધ માણસો જેમ કયવિક્રય કરવા આવે છે એમ. આવનારાઓ એ દેવાલયને એક દ્વારેથી પ્રવેશ કરતા હતા અને બીજે દ્વારે નીકળતા હતા; જેવી રીતે ચક્રવતી રાજાનું સકળસૈન્ય સર્વથા રૂધ્યગિરિની વિશાળ ગુહામાં પ્રવેશ કરીને સામે દ્વારે નીકળે છે એમ. લોકો બહાર નીકળતા એમનામાંના પ્રત્યેકને રાજાના સેવકે પુછવા લાગ્યા–કહે ભાઈ, તું ધર્મિષ્ટ કેવી રીતે; કહે ભાઈ, તું ધર્મિષ્ટ કેવી રીતે? એટલે એકે કહ્યું “હું કૃષિકાર છું. અપંગ વગેરેને સારી રીતે અનાજ આપું છું. વળી આ પક્ષિગણ પણ મારા ધા ય ઉપર જ નિવહ કરે છે. શું દાનના દેનાર રાજાને કે શું પ્રજાને, શું ગૃહસ્થને કે શું સાધુને, અથવા એ શિવાય અન્ય જનોને પણ ત્યાં સુધી જ સર્વ સારાં વાનાં છે કે જ્યાં સુધી મારા કોઠારમાં પુષ્કળ ધાન્ય હોય છે. આવું જે ધાન્ય–એને ઉત્પન્ન કરનારે હું ધર્મિષ્ટ કેમ નહિં "? વળી અન્ય એક જનને પૂછતાં એણે ઉત્તર આપે " બ્રાહ્મણ છું... નિત્ય હું મારાં ષટ્કર્મનું અનુપાલન કરું છું. નિત્ય અજાદિકનો વધ કરીને, અન્ય જનોને દુષ્કર એવા યજ્ઞ-હવન કર્યા કરું છું. અને એ , અજાઆદિ પશુઓ પણ હવનમાં હોમાવાથી સ્વર્ગે જાય છે અને વિવિધ દેવાંગનાઓની પદવી પ્રાપ્ત કરે છે. નિશદિન શુદ્ધ અગ્નિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .