Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ “શિવકુંવરે યોગી “સોવનપુરિસો” કીધ.” અને મૃતક ઉછળવા માંડયું. હાથમાં પગવાળા મૃતકને પિતા તરફ ઉછળતું જોઈ વણિકપુત્ર ભયભીત થયે. આવી આપત્તિમાં એને પિતાએ કહેલ “નમસ્કાર મંત્રનું મરણ થઈ આવ્યું એટલે એનું ધ્યાન ધરવા લાગ્યો. એટલે પેલે વેતાલ ભૂમિપર પડ્યો અને પાખંડી આશાભંગ થયે. છતાં એણે વિશેષ વિશેષ જાપ જપવા માંડયો. વણિક પુત્રને પણ “મંત્ર” પર વિશ્વાસ બેઠો એટલે એ એને વારંવાર સંભારવા લાગ્યા. મૃતક પુન: ઉછયું અને પુન: ભૂમિપર પડયું. ત્રિદંડી તો સ્તબ્ધ થઈ ગયે અને પેલાને પૂછવા લાગ્યા–અરે તું કંઈ (મંત્ર આદિ) જાણે છે? પેલાએ ના કહી. કેમકે “અજાણપણું” બતાવવાથી વખતે (આ લોકમાં) છુટી જવાય છે. યમના આહાન માટે પાપિષ્ટ ત્રિદંડીએ સારી રીતે જાપ જપવા માંડયા અને વણિપુત્રે પણ શ્રદ્ધા બેસવાથી પોતાના મંત્ર”નો એક ચિત્તે જાપ શરૂ રાખે. વેતાળ ત્રીજીવાર ઉછળે અને કોપાયમાન થઈને ત્રિદંડીનો ખર્ગવતી શિરછેદ કર્યો, સુથાર કાષ્ટનો છેદ કરે એવી રીતે. એટલે તો એ પાખંડી પાપિષ્ટ ત્રિદંડીનું શરીર “સુવણેમય બની ગયું. એ વખતે તે એ “સુવર્ણ પુરૂષને ત્યાંજ ગુપ્તપણે રાખી દઈને રાત્રીએ પુન: આવી વણિપુત્ર પિતાને ઘેર લઈ ગયે. આમ નવકારમંત્રના પ્રભાવથી એ ધનવાન થયે. અન્યથા એનોજ વધ થઈને “સુવર્ણ પુરૂષ” થઈ જાત. પછી ધર્મનો આવો ઉત્કૃષ્ટ પ્રભાવ જોઈને એ ધર્મપરાયણ થયો. ( શ્રી વીરપ્રભુ કહે છે) આ અર્થ એટલે દ્રવ્ય પ્રાપ્ત કરનાર શ્રાવકનું “દષ્ટાન્ત” તમને કહ્યું. હવે એ મંગથી કામ એટલે ઈષ્ટપ્રાપ્તિ કેમ થાય એ દષ્ટાન્ત કહું છું તે એક ચિત્તે શ્રવણ કરે:– પૂર્વે જિનેશ્વરપ્રણીત ધર્મને વિષે તનમનથી લીન એવી એક અહંન્દાસી નામની શ્રાવિકા હતી. એનો સ્વામી હતો એ મિચ્ચાદષ્ટિ હતો. તુલ્યોગ તો પ્રારબ્ધશાળી વિના અન્યત્ર કયાં હોય છે ? ધર્મનો ઠેષી હતો એટલે એણે તો અન્ય સ્ત્રી પરણવા માટે ઈચ્છા કરી પરંતુ એક સ્ત્રીની હયાતિમાં એને કઈ પિતાની કન્યા આપવા નીકળ્યું નહીં. આમ થવાથી એ એનો ઘાત કરવાની કે યોજના કરવા લાગ્યો. અને એટલા માટે એણે એકદા એક ઘડામાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.