Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund

View full book text
Previous | Next

Page 33
________________ અભયકુમાર મત્રીશ્વરનું જીવન ચરિત્ર. આગમનની વાત સાંભળીને ભૂપતિને અત્યન્ત ઉલ્લાસ થયે; અને, તેથી એવા હર્ષના સમાચાર લાવનાર બાગવાનને પ્રેમપૂર્વક દાન દીધું અને અસંખ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. પછી “આજે નિશ્ચયે મારી સકળ લક્ષ્મીની સાર્થકતા થશે કેમકે જિનેદ્રને વંદન કરવા જવાના ઉત્તમ કાર્યમાં એનો ઉપયોગ થશે” એમ વિચારી અત્યાનન્દ સહિત, જાણે દશે દિશાઓને પૂરી નાખતો મહાસાગર વહ્યો આવતો હાયની એમ, સમગ્ર સામગ્રી સાથે પ્રભુને સમવસરણે આવ્યા. સકળકળાકૌશલ્યનિષ્ણાત અભયકુમાર પણ પિતાની શંકાનું નિવારણ કરવાની અત્યન્ત ઉત્સુકતાને લીધે હર્ષસહિત પિતાની સાથે સમવસરણે ગયે. ત્યાં ઉંચા સિંહાસન પર વિરાજેલા સુવર્ણ સમાન ગૌરવર્ણ જિનેશ્વરની, પોતાના સમગ્ર પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણા દત મગધપતિ શ્રેણિકરાય, જાણે સુમેરૂ–હમાચળની આસપાસ તારામંડળ સહિત ફરતો શીતઘુતિ–ચંદ્રમા જ હોયની એ શોભી રહ્યો. પછી ત્રણ જગતના નાથની સ્તુતિ કરી એમને વન્દન કરી ધર્મ શ્રવણ કરવા ઊંચિત સ્થાને બેઠે. ભગવાને પણ જનગામિની વાણીવડે ભવ્યજનોને ઉપદેશાત્મક ધર્મ સંભળાવવાનો આરંભ કર્યો છે. આ આધિ, વ્યાધિ ને ઉપાધિથી ભરેલા સંસારમાં એક ધર્મ માત્ર જ સારભૂત હોઈ સમગ્ર દુ:ખને નિવારનાર છે. પંચ પરમેષ્ઠીને હદયના સત્ય ભાવસહિત નમસ્કાર કરવો એ ધર્મનું મૂળ છે; રાજા જેમ રાજ્યના સાત અંગેનું મૂળ કહેવાય છે તેમ. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એમ પાંચ પરમેષ્ઠી છે. અરિહંત, સર્વમાં પ્રથમ પૂજાને યોગ્ય છે–એઓ કર્મરૂપી અરિ એટલે શત્રુને હણનારા હોવાથી “આરહંત' કહેવાય છે. સર્વ કર્મરૂપી બીજને પુન: ન ઉગે એવી રીતે બાળી નાખીને એમને (કર્મ) ક્ષય કરે તે “સિદ્ધ). તે પંદર પ્રકારે છે. સ્ત્રીસિદ્ધ, સ્વસિદ્ધ, અન્યસિદ્ધ, ગૃહિસિદ્ધ, લિંગસિદ્ધ, એકસિદ્ધ, તીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ, અતીર્થસિદ્ધ, પંસિદ્ધ, પંઢસિદ્ધ, અનેકસિદ્ધ, પ્રત્યેકસિદ્ધ, સ્વયંબુદ્ધ 2 સ્વામિ, અમાત્ય, સુહત, કાલ, રાષ્ટ્ર, દુર્ગ અને સેના–એ સાત રાજ્યનાં અંગે કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163