Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, તરંગમાંથી ઉદ્ધાર કરનારા પ્રવાહણત રીકે એની કીર્તિ પ્રસરી. અખલિતબુદ્ધિરૂપી કમળસંતતિને વિકસાવનાર તેજસ્વી ભાનુ તરીકે એના પ્રતાપનાં ગીતગાન થયાં. સર્વ વિચક્ષણ પુરૂષોમાં અગ્રણ તરીકે એની ખ્યાતિ વૃદ્ધિ પામી. શરઋતુના ચન્દ્રમાં સમાન અમૃત વષવનારા તરીકે એનું માહાતમ્ય વિસ્તાર પામ્યું. અને ગાઢ બીડાઈ ગયેલાં નયનને ઉઘડાવી નાખનાર વેત ચિત્રક, તરીકે એ પ્રજાજનને પ્રેમપાત્ર બન્યો. પછી મહીપતિ શ્રેણિકરાયે પેલું દ્રવ્ય જેનું જેનું હતું તેને તેને તે આપી દીધું. કારણકે ગાંભીર્યગુણથી ભરેલે સમુદ્ર કદિ પોતાની મર્યાદા ત્યજતે નથી. પોતપોતાનું દ્રવ્ય મળી જવાથી પ્રજાજન પણ અત્યન્ત હર્ષ પામ્યા; કેમકે દ્રવ્યહીન મનુષ્ય ૨જ કરતાં પણ હલકે લેખાય છે. આ પ્રમાણે અનેકવિધ આશ્ચર્યકારક ઘટનાઓએ કરીને રાજગૃહીના નાગરિકોને નિરન્તર પ્રતિબંધ પમાડતે દયાપુણે દીપ અભયમંત્રીશ્વર સમય નિગમતો. એવામાં એકદા રજતગિરિ અને શીતકિરણ–ચન્દ્રમા સમાન ઉજવળ કીર્તિવાળા, અને મુક્તિરમણના હૃદયના હારરૂપ એવા અનિતમ તીર્થકર શ્રી મહાવીર ભગવાન સમગ્ર પૃથ્વીમંડળને પોતાના વિહારથી પાવન કરતા કરતા આ રાજગૃહીએ પધાર્યા. એટલે ત્યાં અન્ય અન્યથી વિશેષ વિશેષ મદવાળા ચારાનકાયના દેવેએ આવીને લોકિકદેવેના ગર્વને નિરાસ કરી સમવસરણની રચના કરી. સર્વસુર, અસુર અને મનુષ્ય જેમને નમન કરી રહ્યા હતા એવા વીરજિનેશ્વરે પણ શ્રીસંઘને નમસ્કાર કરી સમવસરણને વિષે પિતાને આસને વિરાજ્યા. તત્કાળ, વિવાહવિધિ પ્રસંગે લેકે ભરાઈ જાય છે એમ ધન્યભાગ્ય બારે પર્ષદા સમવસરણમાં ભરાઈ ગઈ. નિરતર પાપકાર્યોથી દૂર વસતો શ્રેણિકભૂપતિ પણ પ્રભુ આવ્યા 1 કઈ ઓષધી હશે. 2 ના તિગ્રસ એમ કહીને ચતુર્વિધસંધને નમસ્કાર કરબનો તીર્થકરેનો આચાર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust