Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 03
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ રાજાના પુત્ર રમવામાં સમજે ! ભૂપતિના પ્રશ્નનન સભાજનેએ પોતપોતાની મતિ અનુસાર ઉત્તર આપે; ફક્ત અભયકુમાર મન બેસી રહ્યો, કેમકે સુભટની સેનામાં પ્રથમ “તીર ફેંકનારાઓ રણમાં ઉતરે છે. કેઈએ ઉત્તર આપે કે હસ્તી સાથી મૂલ્યવાન છે. કેઈએ કહ્યું કે અશ્વ સૌથી મૂલ્યવાન છે. કેઈએ કહ્યું “પુષ્પ”, તે કેઈએ કહ્યું “કેસર કેઈએ વળી “વસ્ત્ર”, “કનક', કે “સુવર્ણ” કહ્યું, તે કેઈએ “વૃત”, “કસ્તુરી” કે આમ્રફળ” કહ્યું. આમ ગમે તેમ નામ આપ્યાં. ત્યારપછી, અત્યાર સુધી મિાન ધારણ કરી રહેલ અભયકુમાર, એકલું અમૃતતુલ્ય, પરિણામે શુભ અને ભવ્યજનના પરિતાપને શમાવનારૂં કયું વચન નીવડશે એને પૂર્ણ પણે વિચાર કરીને બે –જેવી રીતે મરૂદેશને વિષે જળ મહામૂલ્યવાન છે તેમ અત્યારે આપણે ત્યાં નિશ્ચય મનુષ્યનું માંસ સૌથી વિશેષ મૂલ્યવાન છે. આ મારા ઉત્તરમાં લેશ પણ સંશય કરવા જેવું નથી. અભયકુમારને ઉત્તર સાંભળીને સદ્ય ચોમેરથી પિતપોતાને મન વિચક્ષણ હતા એઓ ઈર્ષાથી એકદમ બોલી ઉઠયા-માંસ . તો સર્વથી સસ્તી વસ્તુ છે, અમારો ઉત્તર સત્ય છે, ગિરિની જેમ અમારે અચલ ઉત્તર છે ! હે રાજન ! માંસ તે શર ઋતુમાં સરોવરમાં જળ ઉભરાઈ જાય છે એમ ઉભરાઈ જાય છે. એક રૂપીઆમાં પુષ્કળ માંસ મળે છે. અભયકુમારને ઉત્તર સાંભળીને તે અમને હસવું આવે છે. પણ રાજાના પુત્ર કીડામાં જ સમજે. હે નરપતિ, સત્ય જ માનજે કે સુમતિ જન જગમાં વિરલ છે. એ સાંભળી મગધનરેશે કંઈક કોપાયમાન થઈને કહ્યું–મેં પ્રશ્ન કર્યો એમાં તમને હાસ્ય કેમ ઉત્પન્ન થાય છે ? હાસ્યનું કારણ શું છે? ઉપહાસ કરીને તમે પોતે તમારા પર વિપત્તિ હેારી છે. પણ અત્યન્ત નિર્ભય ચિત્તવાળા અભયકુમારે કહ્યું-હું સુવિચારપૂર્વક બે છું પરંતુ એ એ એ સમજ્યા નથી માટે એમ બેલે છે. એઓ કંઈ મૂખ નથી, એમનામાં સત્ય જ્ઞાન છે. એ સાંભળી શ્રેણિક નરપતિએ કહ્યું–અભય, તે કહ્યું કે તે તદ્દન અસત્ય છે. તારા 1 મરૂદેશ એટલે મારવાડમાં જળની બહુ તંગી હોય છે, તેથી ત્યાં જળ મૂલ્યવાન કહેવાય છે. Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.