________________
પ્રેમનું રહસ્ય : હે જગદગુરૂ !
તેણે આપના ચરણે સર્વસ્વ ધરી દીધું છે ! છતાં એ કહે છેઃ મે કઈ જ અપ"ણ નથી કયું' ! ત્યારે તે હું તેને સમજી ન શક્યા પરંતુ આજે મને સમજાયું કે પ્રેમની પરાકાષ્ઠામાં મનુષ્ય સર્વસ્વ આપી દે છે, છતાં માને છે કે મેં કંઇ જ આપ્યું નથી. જયારે પ્રેમની ભૂમિકા પર હજુ જેણે પગ પણ નથી મૂકો, તે થોડુક કંઇ આપે છે અને માને છે કે “ મેં ઘણું-ઘણું આપ્યું !”
નાથ !
આપના પ્રેમનું રહસ્ય મને સમજાયું ... આપથી જયારે પ્રેમ બંધાય છે, ત્યારે મારું કંઇ રહેતું નથી ! સર્વસ્વ આપનું જ બની જાય છે ! પછી “ મેં આપ્યું ??...આવું અભિમાન આવે જ ક્યાંથી ? હવે મારે આપની પાસે યાચના કરવાની રહેતી નથી...કારણ કે હું જ આપના બની ગયા છું !
| સમર્પણ : હે કરુણાસિંધુ !
મારી પાસે જે કંઈ છે એ આપનું આપેલું દાન છે.... એના પર મેં મારાનું લેબલ મારીને આપને દ્રોહ કર્યો છે.... મારા પાસેની પ્રત્યેક ચીજ પર આપને અધિકાર છે. એને ઉપગ આપની ઈચ્છાનુસાર કરવા માટે હું બંધાયેલો છું.
આપની ઈચ્છા સવસ્વ લઈ લેવાની હોય તે પણ કહો, હું એ આપના ચરણે ધરવા તૈયાર છું. આપનું છે અને આપને આપવાનું છે... તેમાં મારે લાંબા વિચાર શ કરવાના?
મને વિશ્વાસ છે કે હું સુખી થાઉં તે જ આપે ઇચછેલું હશે.
આત્મસ વેદન
Jan Education international
For Five person USE O