________________
પ્રતિકૂળ સચાગા
પ્રતિકૂળ સ’જોગા તારા માટે ઉપકારી છે! પ્રતિકૂળ સંજોગામાં તુ જેટલુ આત્મચિંતન કરી શકે છે, તેટલુ* ચિંતન અનુકૂળ સંજોગેામાં નથી કરી શકતા! તું અસ્વસ્થ ન બને, અધીર ન બન, એક વખત જે જે વ્યકિત તને અનુકૂળ હતી તે તે આજે પ્રતિકૂળ છે.... કારણ કે જીવના ભાવા પરિવર્તનશીલ છે!
તુ જ વિચારને! તારા ભાવા ખીજા માટે એક સરખા જ રહ્યા છે?
પ્રતિકૂળ સચાગાને તરમણતા અને પરમાત્મધ્યાનની તક સમજી લે
પ્રતિકૂળતા
અનુકૂળતાએ કેમ મેળવવી, એના વિચારેા કરવા કરતાં પ્રતિકૂળતાઓને કેમ સહવી એના વિચારો કરવા જેવા છે. ભલે આજે કાઈ પ્રતિકૂળતાએ ઊપસ્થિત ન હોય છતાં ય, ભવિષ્યમાં તે આવવાની છે, એમ કલ્પના કરીને, તેના શૂરવીરતાપૂર્વક કેમ પ્રતિકાર કરવા તેની ચેાજનાએ વિચારવી જોઇએ.
મનુષ્યનું જીવન વિશેષ કરીને પ્રતિકૂળતાએથી ભરેલું છે અને જ્યારે એના સામે પ્રતિકૂળતા આવીને ઊભી રહે છે, ત્યારે તે અશાંત બની જાય છે, દુ:ખ અનુભવે છે. આ પરિસ્થિતિનું પરિવર્તન કરવા ઉપરાકત સૂચન છે.
ખરેખર તે સાચા આનંદ ત્યારે અનુભવવા મળે છે કે જ્યારે પ્રતિકૂળતાનેા વીરતાપૂર્વક સામનેા કરાય, અથવા સહન કરવામાં આવે.
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org