________________ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રગુપ્તવિજયજી ગણિવર જન્મ : શ્રાવણ સુદ 12, વિ. સ”, 1989 દીક્ષા : વિ. સ. 2007, પોષ વદ-૫ ગુરૂદેવ : આ. શ્રી વિજયભુવનભાનુસુરિજી જન્મભૂમિ : પુગામ ( મહેસાણા ) દીક્ષાભૂમિ : રાણપુર ( સૌરાષ્ટ્ર ) મુનિશ્રીનું વ્યક્તિત્વ બહુર ગી (Colourful) છે, તેઓશ્રી લેખક છે, વક્તા છે. પ્રેરક અને પ્રણેતા છે. બહુશ્રુત છે. વ્યવહારિક અભ્યાસ–મેટ્રિક સુધીનો છે. પરંતુ ધામિક અભ્યાસ વિશાળ છે. પૂજ્ય દિવગત આચાર્યશ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ, પિતાના શ્રદ્ધેય ગુરૂ દેવ અને અન્ય પંડિતો પાસે તેઓશ્રીએ છે દશન, જૈન ન્યાયનાં ગ્રન્થા, 45 આગમો (સટીક ) તેમજ પૂવચાના ગ્રન્થા આદિનું યન કયુ છે. માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવે છે. દીક્ષા લીધા પછી ચોથા જ વરસે ‘મહાપંથના યાત્રી' નામનું પુસ્તક લખી લેખન ક્ષેત્રે પ્રવેશ કર્યો. સ. 2011 થી અત્યાર સુધીમાં અંગ્રેજી, હિંદી, ગુજરાતીમાં 100 લગભગ પુસ્તકૅ લખ્યાં છે. બાળશૈલીમાં બાળકે માટે લખાયેલાં પુરતકાની 66 આવૃત્તિ થઈ છે. તેનાં હિંદી અને અંગ્રેજીમાં પણ ભાષાંતર થયાં છે. “જ્ઞાનસાર’ મને પ્રશમરતિ' ગ્રન્થ જેવા ગંભીર ગ્રન્થો લખ્યાં છે. જૈન રામાયણ અને “અ જના' જેવી ધામિક નવલકથાઓ પણ લખી છે. અરલ ત’ (હિન્દી માસિક પત્ર) દ્વારા તેઓ નિયમિતપણે લખે છે. તેઓના વાડલભ્રાતા પૂ. મુનિરાજ શ્રી ધર્મગુપ્તવિજયજી મ. સા. પણ જૈન સંધના પ્રસિદ્ધ વિદ્વાન મુનિવર છે. | જ્ઞાનસત્રા-ધામિક શિબિરની પ્રેરણા કરી પોતાની મધુર અને જ્ઞાનપૂત વાણીથી સેંકડો યુવાન ને બાળકૈોને આમધર્મના રસિયા બનાવ્યા છે. તેમની આ જ્ઞાનયાત્રા પ્રસન્નચિત્તે અથાણ ચાલુ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibra