________________
આપનાર અને ટાળનાર
જ્યારે તમારું મકાન દુશમનથી, ડાકુઓથી ઘેરાઈ ગયું હોય ત્યારે તમને કઈ યાદ આવે છે? તમે કેને યાદ કરે છો ? મિલીટરીને (સિપાઈઓ ) ને ? અર્થાત્ દુઃખ અને આપત્તિના કાળે દુઃખ આપનારને વિચાર કરે છે કે દુ:ખ ટાળનારને ?
આપણે દુઃખી છીએ એનું આ એક અસાધારણ કારણ છે. દુઃખ અને આપત્તિના ટાણે આપણે દુઃખ આપનારને જ વારંવાર યાદ કરીએ છીએ અને મનને અશાંત બનાવીએ છીએ.
જે આપણે દુઃખ અને આપત્તિના કાળે દુઃખ ટાળનારને | વિચાર કરીશું તો આપણું ચિત્ત અશાંત નહિ બને.
| ચંદનબાળાને મૂળામાતાએ માથું મૂડીને, બેડી પહેરાવીને અધારી ઓરડીમાં પૂરી હતી ત્યારે ચંદનબાળા કેને યાદ કરતી હતી ? મૂળાને કે મહાવીરને ? જે મૂળાને યાદ કરતી હોત તો સંભવ છે કે એનું નામ મહાસતીઓના લીસ્ટમાં ન નોંધાયું હોત ! એ તે એક શ્વાસોચ્છવાસમાં સો વાર મહાવીરને યાદ કરતી હતી ! કારણ કે મહાવીર દુઃખને ટાળનારા હતા.
S૮
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org