Book Title: Aatmsamvedan
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 111
________________ માનદ અનો | તમારી પાસે એક મણ ઘઉ' પડયા છે. તમારે તે કેાઈ કારણસર કાઢી નાખવા છે, તે તમે શું કરવાના ? તમારી પાસે જે આવશે તેને ઘઉં આપવાનું તમે લક્ષ રાખવાના. કોઈ તમને આપવા આવે તેવી અભિલાષા નહિ જ રાખવાના અને કોઈ તમને આપવા આવશે તે તમે નહિ જ લેવાના ! એમ જે આપણે “માન”ની અનંત રાશી આપણા આત્મામાંથી કાઢી નાંખવી છે, તે આપણે શું કરવું જોઈએ ? જે કે આપણી પાસે આવે અથવા આપણે જેની પાસે જઇએ તેને “માન આપવાનું લક્ષ રાખવાના ને ? કોઈ આપણને “માન” આપે તેવી અભિલાષા તો સ્વપ્નમાં પણ ન જાગે ને ? અને જો કોઈના માનદાનની આપણે અભિલાષાવાળા છીએ તો એ ફલિત થાય છે કે આપણે આપણી પાસે પડેલા માન”ની અનત રાશી કાઢી નાખવી નથી ! રાખવી છે.... વધારવી છે ! મનુષ્ય “માનદ’ બનવાની જરૂર છે. આપણે જો માન... અભિમાન કાઢી જ નાંખવું છે તે માનને પાત્ર અન્ય જીવને માનનું દાન કરવું જોઈએ. પી, કોઈ આપણને “માન ન આપે તેને ખેદ તે રહે ક્યાંથી ! બલકે કયારેક કોઈના સત્યાગ્રહથી લેવું પડે તે ખેદ થાય ! “અરે, મારે જે કાઢી નાંખવું છે, તે વળી કયાં ગળે વળગ્યું...?” આવો બળાપ થાય. આત્મસ વેદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.or

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134