________________
દોષદૃષ્ટિ
જેના પ્રત્યે તારે અનુરાગ ટકાવા છે, તેના દોષ ન જોઈશ. એના દેાષ તું સાંભળીશ પણ નહિ. દોષદર્શન ષજનક છે. ' જ્યાં તું એમના દોષ જોવા માંડીશ, ત્યાં એમના પ્રત્યે ચિત્તમાં અણગમા જાગવા માંડશે... અપ્રીતિ પ્રગટ થશે. એમના પ્રત્યે દ્વેષ ધરનારા બની જઈશ. - એમાં એમને તે નુકસાન થશે ત્યારે થશે, પરંતુ તને તે તુરત જ નુકસાન થશે ! તારૂ ચિત્ત ઉદ્વિગ્ન બનશે.... અપ્રસન્ન બનો.
બીજાઓ ભલે તારા દોષ જુએ, તારા દોષ જોનારાના તુ પણ દોષ જોવા માંડીશ તે પછી બીજાઓમાં અને તારામાં શું તફાવત રહેશે ?
પછી એમને ગુનેગાર કહેવાને તને અધિકાર નથી. દેાષદશનને ભયંકર રોગ વ્યાપક બનતું જાય છે. એ રાગમાં સેંકડો સાધકે પણ પીડાઈ રહ્યા છે. એમાં તું ન સપડાઈ જાય માટે જાગ્રત રહેજે.
પરના ગુણદોષમાં તારા ચિત્તને જતું રાક.
આમસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org