________________
વિશ્વદશન
તારી સામે જગતની જડ રચનાઓ ઘણી આવે છે. તું રચનાઓને માત્ર ઉપરની દષ્ટિથી જોઇશ તે તારા રાગદ્વેષ વૃદ્ધિ પામશે પરંતુ જે તું એ જડ રચનાઓને આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈશ, એમાંથી કોઈ સનાતન સત્ય સમજવા પ્રયત્ન કરીશ, તે રાગદ્વેષથી પર અપૂર્વ આનંદ અનુભવી શકીશ. - તે ચંદ્રને કેટલી વાર જોયા હશે ? પણ તે એ ચંદ્રમાંથી કેાઈ. સત્ય મેળવ્યું' ? ચંદ્ર સારાય વિશ્વને પ્રકાશ ને શિતળતા આપે છે. ચંદ્રના પ્રકાશમાં લાખો કરોડો જ આનંદની અનુભૂતિ કરે છે....પરંતુ એ ચંદ્ર રાહુથી ગ્રસિત બને છે. ત્યારે એ લાખ કરોડ જેમાંથી કોઈ પણ એને મુકત કરાવવા જતું નથી ! પુરુષાર્થ કરતું નથી ! છતાં ચંદ્ર જીવે પર રોષ નથી કરતા અને રાહુથી જેમ જેમ મુકત થતા જાય છે, તેમ તેમ પુન : જીવોને પ્રકાશ આપવાનું, આનંદ આપવાનું શરૂ કરી દે છે.
મનુષ્ય બીજા ઉપર ઉપકાર કરે છે પરંતુ એ જીવે તરફથી કે જેમના પર પતે ઉપકાર કરેલા છે. પ્રત્યુપક્રારની અપેક્ષા રાખે છે ! પરંતુ જ્યાં એ જી તરફથી સહાય મળતી નથી.... કે મનુષ્ય એમના તરફ ઠેષ ધારણ કરી લે છે પછી એમના પર ઉપકાર કરવાની વૃત્તિ જાગતી નથી.
ચન્દ્ર કહે છેઃ - ૮ તમે તમારુ’ કતવ્ય બજાવે જાઓ સામા તરફથી બદલાની આશા ત્યજી દો. ?”
કહા, આ સત્ય કેવું જીવનોપયોગી અને અપૂવ છે ? એમ દરેક પદાર્થ નું નિરીક્ષણ કરતાં કરતાં નવું નવું રહસ્ય પ્રાપ્ત થતું રહેશે.
પ૭
આત્મસ વેદન Jain Eduardo momento ent
r e Private
Personal use only
je mejorar como