________________
કેવા બનવું છે ? શિલ્પી પથ્થર પર ટાંકણું મારવા તૈયાર થાય છે, તે પૂવે તેના ચિત્તમાં એક કલ્પના-આકૃતિ સ્પષ્ટ હોય છે. અને તે ક૯૫ના આકૃતિને ઉપસાવવા... પ્રગટાવવા માટે ઢાંકણાથી પથ્થરને કારે જાય છે.
આપણે આપણા આત્માનું કેવું ઘડતર કરવું છે? આપણી ક૯૫ના સૃષ્ટિમાં આત્માનું કેવું સ્વરૂપ આપણને ગમે છે ? તે મુજબ તપ, ત્યાગ, દયાન, જ્ઞાન વગેરેના ઢાંકણાં પડવાનાં !
આત્માની કલ્પના-આકૃતિના ભાન વિના જેમ તેમ ટાંકણાં મારવા જઇશુ તો એક કઢ’ગી અને જેવીય ન ગમે તેવી આકૃતિ ઘડાઈ જશે....
. કેવા બનવું છે? એ સ્પષ્ટ કરી !
| ગુપ્તભંડાર તું જે બહાર શોધે છે, તેને તારી પાસે શોધી જોયું ? જે તારી પાસે હશે તે બીજે કયાંથી મળશે ? બીજે શોધવા જતાં તો કેવળ ખેદ-કુલેશ અને સંતાપ જ પામીશ. તારે તારે ગુપ્તભંડાર તપાસવા પડશે. એ ગુપ્તભંડારના માર્ગો પણ તારે શોધી કાઢવા પડશે. એ માર્ગો અટપટા અને મૂંઝવી દેનારા હશે ! પરંતુ જો તું જરાય નિરાશાને સ્થાન આપ્યા વિના આગળ પુરૂષાર્થ કરતા જ રહીશ તે એ ગુપ્તભંડારમાં પહોંચી જઈશ. - પછી તો તારા આનંદની સીમા નહિ રહે. એ ગુપ્ત ભંડારમાં જ તને એવું બધું મળી જશે કે પછી બહાર જવાની કે બહાર જવાની એક ક્ષણુની પણ ઈચ્છા નહિ થાય. બહારનું પરિભ્રમણ હવે બંધ કર. અને તારા આંતરપ્રદેશ તરફ વળ. એ પ્રદેશ અનંત છે. આહલાદક છે. એ પ્રદેશ શોધી કાઢવામાં જ મુકેલી છે. પછી તે આનંદ, આનદ ને આનંદ છે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only