________________
વ્યકિતત્વનું ઘડતર
તમારા ઘરમાં કેવા માણસોની અવરજવર થાય છે એના પર તમારી સજજનતા કે દુજનતાનું માપ નિકળે ને ? - હિંસકે, જૂઠા, ચાર, દુરાચારી માણસને તમારા ઘરમાં આવર–જાવરો હશે તે તમે દુજન બન્યા સમજો !
- એમ, આપણા મનમાં કેવા વિચારોની અવરજવર થાય છે. તેના પર આપણા વ્યકિતત્વના ઘડતરને આધાર છે. આપણા મનમદિરમાં કેવા પુરુષોને ડાયરો જામે છે એનું આપણે નિરીક્ષણ કરવું જોઈએ.
એ નિરીક્ષણ કરતાં દેખાશે કે આપણા મનામ'દિરમાં એવા વિચારોના અડ્ડા જામેલા છે કે જે હિંસક છે ! જે જુઠા છે ! જે ચેર છે ! જે દુરાચારી છે.
આવા વિચારોને સત્વરે હાંકી કાઢવા જોઈએ. એ માટેના ઉપાય પણ બહુ સરળ છે હો ! આપણે સત્યરૂષને–સદ્દવિચારોને મનમંદિરમાં પધારવાનું સપ્રેમ આમંત્રણ આપવાનું ! એમની અવર-જવર ધીમે ધીમે શરૂ કરવાની. બસ ! સદ્દવિચારોની અવરજવર શરૂ થઈ, કે આપણું વ્યકિતત્વ ઊંચું ઘડાયું સમજો !
સારા બનવા સદ્દવિચાર કરવા જ પડશે. આપણે ખરાબ બન્યા છીએ ખરાબ વિચારેથી.
Oy
આત્મસંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org