________________
મનઃસ્થિરતા તારૂ મન સ્થિર રહેતું નથી, એવી તારી ફરિયાદ છે, ખરું ને ? તારે તારું મન સ્થિર બનાવવું છે? ચોકકસ બનાવવું છે ? તે મનને ભટકવાનાં સ્થાને ઓછા કર. વારંવાર જયાં મન જતું હોય તે વિષય પ્રત્યે વિરાગ કેળવ અને એના ત્યાગ કર.
મનને સહેલગાહી કરવાનાં પવિત્ર-ઉચ્ચ સ્થાન ઊભાં કર. મનને વારંવાર ત્યાં લઈ જા અને એ સ્થાનમાં કલાકે સુધી બેસાડી રાખ. તારૂં મન સ્થિર અને પવિત્ર બનશે.
કૃત નિશ્ચયી બની જા. મન સ્થિર–પવિત્ર થઈ શકે એમ છે ! આ આંતર વિશ્વાસ કેળવીને પ્રયત્ન કર,
મનનું ઘડતર જે તારે તારા મનનું સાત્વિક અને પવિત્ર ઘડતર કરવું હોય તે : -
દશન, શ્રવણ અને વાંચન, સુધારવાં પડશે. બદલવાં પડશે.
વાસનોરંજક દાનાં દશ”ન વાસનોત્તેજક શ્રવણ અને મલિન વાંચનથી તારૂં ચિત્ત અપવિત્ર અને નિ:સત્વ બન્યું છે. - એવું જોવાનું, સાંભળવાનું અને વાંચવાનું તું બંધ કરી દે. અને એના સ્થાને પવિત્ર સ્થાનો અને વ્યકિતના દર્શન કર. ભાવનાત્તેજક શ્રવણ કર અને ઉદાર વિચારસરણી ઘડનાર ગ્રંથનું વાંચન કર.
આત્મસંવેદન
૭૩
Jalin Education International
For Private & Personal use only
www.latinelibrary.org