________________
લોકસ્વરુપ
વિશાળ વિશ્વને તે ! ચૌદ રાજલોકમય કેવું આ વિશ્વ છે!
ચાર ગતિએ એમાં સમાય છે ને ચારાશી લાખ ચેનિઓ એમાં સમાય છે. અનંતાનંત જીવો આ વિશ્વમાં જીવી રહ્યા છે... કેાઈ એવી ખાલી જગા નથી કે જયાં ચિતન્ય ધબકતું ન હોય ! કોઈ એવી જગા નથી કે જયાં આપણા જીવે જન્મ-મૃત્યુ પામ્યાં ન હોય.
વિશ્વમાં મુખ્ય તત્ત્વ છે ચૈતન્યમય જીવાત્મા. બીજા ચાર તો છે જડ. જીવને સહાય કરનારાં એ તત્ત્વ છે. તેનાં નામ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદગલાસ્તિકાય. ભૌતિક સુખ-દુઃખની અપેક્ષાએ જોતાં નીચે દુઃખ છે, ઉપર સુખ છે ! વચ્ચે સુખ-દુઃખનાં મિશ્રણ છે...
મનની પાંખે ઊડીને સમગ્ર ચૌદ રાજલેકમાં વિહરી તે જો ! તને ખૂબ આનંદ મળશે... ખૂબ જાણવાનું ને જોવાનું મળશે હા, રાગ અને દ્વેષ વિના માત્ર જેવાના અને જાણવાનો આનદ આ રીતે તને અનુભવવા મળશે. ચૌદરાજલાકના અંતે રહેલી સિદ્ધશિલા ઉપર સિદ્ધ બુદ્ધ-મુકત બની બેસી જવાની તીવ્ર અભિલાષા પ્રગટશે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org